Gujarat Weather: રાજ્યના 11 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની અપડેટ
Gujarat Weather: ગુજરાતમાં ચોમાસુ નિષ્ક્રિય થયુ હોવા છતાં રાજ્યમાં છૂટોછવાયો વરસાદ ચાલુ છે. વળી, આજથી વરસાદની તીવ્રતા વધશે. 20 જૂનથી અરબ સાગરમાં નવો કરન્ટ આવવાની સંભાવના છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પાલિતાણામાં વરસાદ થયો છે. ભાવનગરમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના આઠ જિલ્લાઓમાં વરસાદનુ અનુમાન છે. 17 જૂનથી 19 જૂન સુધીમાં પવનની ગતિ વધુ રહેશે. આ દરમિયાન ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના રહેશે. વળી, 22થી 25 જૂન સુધીમાં ચોમાસુ સક્રિય થશે.
રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય બન્યુ છે. 15 જૂને દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં આગાહી છે.
વળી, 16 જૂને ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, બોટાદમાં તેમજ 17 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
