Gujarat Weather: ગુજરાતમાં આ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી
Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં સાત દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહિ. જો કે, આજે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં 11 જૂને ચોમાસાની એન્ટ્રી બાદ નવસારી અને વલસાડના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો છે પરંતુ ચોમાસુ હજુ આગળ નથી વધી રહ્યુ. આઈએમડી મુજબ નૈઋત્યનુ ચોમાસુ હજુ ચારેક દિવસમાં અન્ય રાજ્યોમાં આગળ વધશે પરંતુ ગુજરાતમાં નહિ.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં ચોમાસુ સ્થિર થઈ ગયુ છે અને નબળુ પડી ગયુ છે. જો કે, 19થી 21 જૂન દરમિયાન વરસાદ વધવાની સંભાવના છે. આઈએમડી મુજબ 19 અને 20 જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓ તથા જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વળી, આજે વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.
21 જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 22 જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદી માહોલ સર્જાયો હતો.જૂનાગઢના વિસાવદરમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અમેરલીના રાજુલા, કુંકાવાવ વડીયા, બાબરામાં પણ વરસાદ થયો હતો. વળી, પાલિતાણામાં અડધો ઈંચ, સૂત્રાપાડામાં 6 મીમી વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં સુરત, ડાંગ અને ભરૂચ સહિત કૂલ 28 તાલુકામાં વરસાદ થયો હતો.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
