Gujarat Weather: સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જામનગરમાં રેડ એલર્ટ
Gujarat Weather: હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યના તમામ જિલ્લા તેમજ દીવ, દાદરા નગર હવેલીમાં સોમવાર સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આઈએમડીના જણાવ્યા મુજબ આજથી 12 જુલાઈ વચ્ચે બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, આહવા, વલસાડ, નવસારી, સુરત અને ભરુચમાં અતિ ભારે વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં આજે ભરુચ, સુરત, વલસાડ, દમણ, દાદરા-નગર હવેલી,અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. બનાસકાંઠા, પાટણ, બોટાદ, પોરબંદર, રાજકોટમાં ભારે વરસાદની સંભાવના છે.
વળી, હવામાન વિભાગ દ્વારા શનિવારે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ આણંદ, ભરૂચ, ડાંગ, સુરત, તાપીમાં ભારે વરસાદની આગાહી છે.
રવિવારે નવસારી, વલસાડ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ગુરુવારે 120 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદ થયો હતો. ભાણવડમાં પોણો ઈંચ અને ખંભાળિયામાં અડધાથી એક ઈંચ વરસાદ થયો હતો. જૂનાગઢના ભેંસાણમાં 97 મીમી, જેતપુરમાં 66 મીમી, જામનગરના કાલાવાડમાં 47 મીમી, ભાવનગરના પાલિતાણામાં 37 મીમી વરસાદ નોંધાયો હતો.
તમને જણાવી દઈએ કે કપડવંજના ખુમજી મુવાડા ગામે વીજળી પડવાના કારણે 16 વર્ષના કિશોરનુ મોત થયુ હતુ. જ્યારે માતરના આસામલી ગામે મકાનની દિવાલ ધરાશાયી થતા પરિવારના 3 લોકોને ઈજા થઈ હતી.
નોંધનીય છે કે આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. વળી, છોટાઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, પોરબંદર, રાજકોટ, બોટાદ, વડોદરા, બનાસકાંઠા, પાટણમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
શનિવારે 8 જુલાઈના રોજ જામનગરમાં રેડ એલર્ટ અપાયુ છે. કચ્છ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરુચ, સુરતમાં યલો એલર્ટ અપાયુ છે. જ્યારે દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.












Click it and Unblock the Notifications
