Gujarat Weather: આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસ્યો
Gujarat Weather: ગુજરાતમાં 11 જૂને ચોમાસાની એન્ટ્રી થયા બાદ તે નબળુ પડી ગયુ હતુ અને નવસારી પાસે સ્થિર થઈ ગયુ હતુ. જો કે, હવે રાજ્યભરમાં ચોમાસુ તેનો વેગ પકડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસુ સુરતથી પણ આગળ આવી ગયુ છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારોને પણ કવર કરી લીધા છે. ચોમાસુ મધ્ય ગુજરાત સુધી પણ પહોંચી ગયુ છે. આજે અને આવતીકાલે વરસાદની તીવ્રતા વધુ રહી શકે છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. ભાવનગર, ભરૂચ, સુરતના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. વળી, બોટાદ, અમરેલી, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. આજે અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 130 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ જૂનાગઢના મેંદરડામાં સાડા ત્રણ ઈંચ જેટલી વરસાદ પડ્યો હતો. વળી, દ્વારકાના ખંભાળિયામાં ત્રણ ઈંચ જેટલો વરસાદ થયો હતો. છોટા ઉદેપુરના સંખેડામાં અઢી ઈંચ જેટલો વરસાદ થયો હતો.
હવામાન વિભાગ દ્વારા 25 જૂનના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલસ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના ઘણા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવના અમુક સ્થળો અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 25, 26 જૂનથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થઈ શકે છે. વળી, 28 જૂન સુધી જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. કચ્છના ભાગો તેમજ જામનગરના ભારે વરસાદની સંભાવના છે.
-
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
