Gujarat Weather: રાજ્યમાં બે દિવસ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં પારો જશે 40ને પાર
ગુજરાતમાં આગામી બે દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમુક જિલ્લાઓમાં પારો 40 ડિગ્રીને પાર જવાનુ અનુમાન છે. આવો જાણીએ રાજ્યની હવામાન અપડેટ
Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં ધીમે-ધીમે પારો વધી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાવાની સંભાવના છે. રાજ્યમાં અત્યારે મે મહિના જેવી આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં ગરમી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

તમને જણાવી દઈએ કે પૂર્વથી દક્ષિણ પૂર્વના ગરમ પવનો અને એંટી સાયક્લોનિક અસરના કારણે ગરમીએ છેલ્લા 50 વર્ષનો રેકૉર્ડ તોડ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો 38ને પાર છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 48 કલાકમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હિટવેવની સંભાવના છે. આઈએમડી મુજબ રાજ્યમાં પૂર્વ દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાયા છે.
રાજ્યના દસથી વધુ શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીને પાર ગયુ છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી, ભૂજમાં 38 ડિગ્રી, રાજકોટમાં 38 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 37 ડિગ્રી, કંડલામાં 37 ડિગ્રી અને અમરેલીમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આગામી 24 કલાકમાં અમદાવાદ અને ડીસાનુ મહત્તમ તાપમાન 38 ડિગ્રી, જ્યારે ભૂજ અને રાજકોટનુ મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેવાની સંભાવના છે. જો કે, બે દિવસ પછી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે






Click it and Unblock the Notifications
