વિધાનસભામાં ગુંજ્યુ આગાહીકાર અંબાલાલ પટેલનું નામ, જાણ કેમ?
ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ચર્ચામાં આવ્યા હતા. ગૃહમાં તેમની સચોટ આગાહીઓની પ્રશંસા કરવામાં આવી હતી, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સિસ્મોલોજી સેન્ટરની સરખામણીએ અંબાલાલ પટેલની આગાહીઓને વધુ અસરકારક ગણાવી હતી. તેમણે ગૃહમાં આ વિષય પર સરકાર સમક્ષ મહત્વના સવાલો પણ રજૂ કર્યા હતા.

ધારાસભ્યએ સરકારને પ્રશ્ન કર્યો હતો કે જો અંબાલાલ પટેલની આગાહીઓ આટલી સચોટ હોય, તો શું સરકાર તેમને કોઈ સત્તાવાર પદ આપવા વિચારે છે? આ માંગણીએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ સ્વીકાર્યું હતું કે રાજ્યમાં વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહીઓ ખૂબ જ ભરોસાપાત્ર સાબિત થાય છે. આ દરમિયાન તેમની આગાહી કરવાની ક્ષમતાને બિરદાવવામાં આવી હતી.
અંબાલાલ દામોદરદાસ પટેલનો જન્મ 1 સપ્ટેમ્બર, 1947ના રોજ એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમણે આણંદની એગ્રીકલ્ચર કોલેજમાંથી કૃષિ વિજ્ઞાનમાં સ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલો છે.
શિક્ષણ મેળવ્યા બાદ તેઓ ગુજરાત સરકારના કૃષિ વિભાગમાં જોડાયા હતા અને વિવિધ પદો પર સેવા આપી હતી. તેઓ વર્ષ 2005માં મદદનીશ ખેતી નિયામક તરીકેના પદ પરથી નિવૃત્ત થયા હતા.
સરકારી સેવા દરમિયાન જ તેમને સમજાયું હતું કે ખેડૂતો માટે હવામાનની સચોટ માહિતી કેટલી અનિવાર્ય છે. નિવૃત્તિ બાદ તેમણે પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ કરી જ્યોતિષ વિદ્યામાં નિપુણતા મેળવી હતી.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી






Click it and Unblock the Notifications
