Gujarat Weather: રાજ્યમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આગાહી, લઘુતમ તાપમાન 2 ડિગ્રી ઘટશે
Gujarat Weather: રાજ્યમાં ચોમાસાની વિદાય બાદ હવે શિયાળાના આગમનની અસર વર્તાઈ રહી છે, ત્યારે દિવાળીના તહેવારોમાં પણ કમોસમી વરસાદની આગાહીએ ચિંતા વધારી છે. હવામાન વિભાગે (IMD) આગામી 7 દિવસ માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠું થવાની સંભાવના વ્યક્ત કરી છે.

રાજ્યમાં 7 દિવસ સુધી વરસાદ, 5 દિવસમાં ઠંડી વધશે
હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત, આવનારા 5 દિવસોમાં રાજ્યના લઘુતમ તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી ઠંડીનો ચમકારો વધશે.
- વરસાદની સંભાવના: દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
- કમોસમી માવઠું: દક્ષિણ ગુજરાત ઉપરાંત સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લીમાં પણ કમોસમી વરસાદનું અનુમાન છે.
- તીવ્રતામાં વધારો: 25 ઓક્ટોબરથી કમોસમી વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે, અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં માવઠું પડી શકે છે.
- વરસાદનું કારણ: અપર એર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે.
- અમદાવાદનું વાતાવરણ: અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.
- માછીમારોને ચેતવણી: દરિયાકિનારાના વિસ્તારોમાં માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
તાપમાનમાં ઘટાડો અને માવઠાની આગાહીને પગલે ખેડૂતોએ પોતાના પાકને બચાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે.
More From
-
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના










Click it and Unblock the Notifications
