પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં
ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ અસહ્ય ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે વાતાવરણમાં મોટા પલટાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસમાં રાજ્યના તાપમાનમાં 2 થી 5 ડિગ્રી સુધીનો મોટો ઘટાડો નોંધાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની પૂરેપૂરી સંભાવના છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ માર્ચ મહિનામાં માવઠાની આગાહી કરતા જગતના તાત ગણાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. એક તરફ ગરમીથી લોકોને આંશિક રાહત મળશે, પરંતુ બીજી તરફ ભરઉનાળે વરસાદની સ્થિતિ સર્જાતા રવિ પાકને નુકસાનની ભીતિ છે.
ખાસ કરીને 20 માર્ચના રોજ ગીર સોમનાથ, મહીસાગર અને દાહોદ જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે 18 થી 20 માર્ચ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે. બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ પવન સાથે હળવા વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
આ સમયગાળા દરમિયાન 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી ખેતીના પાકને પલળતો બચાવવા સૂચના અપાઈ છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 14 થી 18 માર્ચ દરમિયાન સર્જાનાર સિસ્ટમની અસર છેક રાજસ્થાન સુધી જોવા મળવાની છે. રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાને કારણે ઉત્તર અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા પ્રબળ છે.
ઈરાન અને ઈરાક તરફથી સક્રિય થનારી વરસાદી સિસ્ટમ વાયા રાજસ્થાન થઈને ગુજરાતના વાતાવરણમાં પલટો લાવશે તેમ મનાય છે.
આ પ્રી-મોન્સૂન એક્ટિવિટીને કારણે પવનની ગતિ તેજ રહેશે, જેના પરિણામે આંબા પરના મોર ખરી જવાની શક્યતા વધી ગઈ છે. ખેડૂતોએ પોતાના પાક અને APMCમાં રહેલા અનાજના જથ્થાને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવાયા છે.
રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આગામી સપ્તાહ દરમિયાન વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે માવઠાની અસર વર્તાતી રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
