ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ: આગામી બે દિવસ બાદ પલટાશે હવામાન, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
Gujarat Weather: માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં અસહ્ય ગરમીની અપેક્ષા વચ્ચે ફરી એકવાર કુદરતે મિજાજ બદલ્યો છે. ઉત્તર ભારત અને પડોશી રાજ્યોમાં સર્જાયેલી હવામાનની સિસ્ટમને કારણે ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ બાદ રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે.

કેમ બદલાયું વાતાવરણ?
દેશના 15 જેટલા રાજ્યોમાં હાલ પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) અને દક્ષિણી પવનોની અસર જોવા મળી રહી છે. રાજસ્થાનથી બિહાર સુધીના પટ્ટામાં વીજળીના કડાકા અને કરા સાથે વરસાદ પડી રહ્યો છે. આ સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેના કારણે રાજ્યમાં ગરમીમાં આંશિક રાહત મળશે પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે.
ગુજરાતમાં કયા જિલ્લાઓમાં વરસાદ પડશે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 28 માર્ચની રાતથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. તેની સીધી અસર નીચે મુજબના જિલ્લાઓમાં જોવા મળશે:
- 29 માર્ચ (રવિવાર): બનાસકાંઠા અને કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે.
- 30 માર્ચ (સોમવાર): ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓ જેવા કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ માં હળવા વરસાદની સંભાવના છે.
તાપમાન અને પવનની સ્થિતિ
- તાપમાન: આગામી 48 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસ નો ઘટાડો નોંધાઈ શકે છે. જોકે, લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.
- પવનની ગતિ: આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 30થી 50 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જે વધીને 70 કિમી સુધી પણ પહોંચી શકે છે.
- માછીમારોને સૂચના: ખરાબ હવામાનની આશંકાને પગલે 29 માર્ચના રોજ માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.
નોંધ: હવામાનમાં આવતા આ અચાનક બદલાવને કારણે ખેડૂતોને તેમના તૈયાર પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા સલાહ આપવામાં આવે છે.
-
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી










Click it and Unblock the Notifications
