ગુજરાતમાં ઠંડીનો કહેર, નલિયામાં પારો 5.2 ડિગ્રીએ પહોંચ્યો
ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થતાં હવે શિયાળાએ પોતાનો અસલી મિજાજ દેખાડ્યો છે. ઉત્તર-પૂર્વીય ઠંડા પવનોના કારણે રાજ્યભરમાં કકડતી ઠંડી પડી રહી છે જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે.
કચ્છના નલિયામાં પારો ગગડીને 5.2 ડિગ્રી પર પહોંચી જતા અહીં હાડ થીજવતી ઠંડી અનુભવાઈ રહી છે. નલિયા અત્યારે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે જ્યાં લોકો ધ્રૂજી ઉઠ્યા છે.

અન્ય શહેરોમાં પણ તાપમાન નીચું ગયું છે જેમાં ભુજમાં 9.1 અને ડીસામાં 10.4 ડિગ્રી નોંધાયું છે. મહેસાણામાં 11.4 અને સુરેન્દ્રનગરમાં 11.6 ડિગ્રી સાથે શીતલહેર જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્રના રાજકોટ અને કંડલામાં તાપમાન 12.5 ડિગ્રી રહ્યું છે જ્યારે ગાંધીનગરમાં 13.1 ડિગ્રી છે. અમદાવાદમાં પણ 14.2 ડિગ્રી તાપમાન સાથે વહેલી સવારે અને રાત્રે ઠંડીમાં વધારો થયો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં આ ફેરફાર આવ્યો છે. હિમાચલના શિમલા અને મનાલીમાં હિમવર્ષા થતા મેદાની વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.
દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ વરસાદી માહોલ જામ્યો છે જેની અસર ગુજરાત સુધી પહોંચી છે. આગામી 26 જાન્યુઆરીએ નવું ડિસ્ટર્બન્સ સક્રિય થતા ઠંડી અને વરસાદની તીવ્રતા વધવાની સંભાવના છે.
નિષ્ણાતોના મતે 'અલ નિનો'ની અસરને કારણે આ વર્ષે અત્યાર સુધી શિયાળો થોડો નરમ રહ્યો હતો. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા મોડી શરૂ થવાથી મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો પહોંચતા વાર લાગી હતી.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ ભારતમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. દિલ્હીમાં પારો 2.9 ડિગ્રી સુધી પહોંચી ગયો છે જે આકરી ઠંડીનો સંકેત આપી રહ્યો છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
