Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ
Gujarat Weather: ગુજરાતમાં હાલ ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 35 ડિગ્રીને વટાવી જતાં કાળઝાળ ગરમી પડી રહી છે, તો બીજી તરફ હવામાન વિભાગે (IMD) આગામી દિવસોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરીને ચોંકાવ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા છે.

ક્યાં કેટલું તાપમાન નોંધાયું?
રાજ્યમાં અત્યારે સૌરાષ્ટ્ર પંથક સૌથી વધુ શેકાઈ રહ્યો છે. ગઇકાલના આંકડા મુજબ:
- કેશોદ: 39 ડિગ્રી (રાજ્યનું સૌથી ગરમ શહેર)
- રાજકોટ: 38.9 ડિગ્રી
- સુરેન્દ્રનગર: 38.3 ડિગ્રી
- વડોદરા: 38 ડિગ્રી
- અમદાવાદ અને સુરત: 37.6 ડિગ્રી
માવઠાની આગાહી અને યલો એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને પાકિસ્તાન સરહદ પર સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે હવામાનમાં પલટો આવશે.
- 29 અને 30 માર્ચ: આ બે દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
- સંભવિત વરસાદી વિસ્તારો: બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને તેજ પવન સાથે હળવો વરસાદ પડી શકે છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાનમાં આવતા ફેરફારને કારણે ઓમાન તરફના દરિયામાં પવનની ગતિ 45થી 65 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. આથી, સુરક્ષાના ભાગરૂપે માછીમારોને અત્યારે દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.
ગરમીમાં ઘટાડો થશે: રાહતના સમાચાર એ છે કે આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, જેનાથી એક અઠવાડિયા સુધી ગરમીનું જોર ઘટશે તેવું અનુમાન છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
