Gujarat Weather: 20 ઓગસ્ટ પછી સારા વરસાદની સંભાવના, આગામી 5 દિવસ પડશે છૂટાછવાયા ઝાપટા
Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ વરસાદની સંભાવના નથી. જો કે, અમુક સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આવતા 24 કલાક બાદ વરસાદમાં ભારે ઘટાડો જોવા મળી શકે છે. ભારે વરસાદની કોઈ આગાહી નથી. માછીમારોને પણ કોઈ ચેતવણી આપવામાં આવી નથી.

આઈએમડીના જણાવ્યા મુજબ 17થી 19 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રના અમુક ભાગો, દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આગામી પાંચ દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટોછવાયો વરસાદ રહેશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 16થી 18 ઓગસ્ટ દરમિયાન રાજ્યના હવામાનમાં પલટો આવશે. 20 ઓગસ્ટ બાદ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. 24થી 26 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડશે.
જ્યારે 27થી 31 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થશે. જે ખેડૂતો માટે સારો રહેશે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નવરાત્રિમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. મઘા નક્ષત્રમાં અગસ્ત્યનો ઉદય હોવાથી 17થી 30 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ પડશે.












Click it and Unblock the Notifications
