Gujarat Weather Alert : હવે ગરમી ખરો રંગ દેખાડશે, હવામાન વિભાગની દઝાડતી આગાહી
Gujarat Weather Alert : ગુજરાતમાં ઉનાળાની શરૂઆતથી જ ગરમીએ તેનો ખરો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું છે. હવે હવામાન વિભાગે દઝાડતી આગાહી કરી છે.
હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર, આવનારા દિવસોમાં ગરમીનો પારો વધુ ઉંચો જશે અને રાજ્યના લોકોને દઝાડતી ગરમીનો સામનો કરવો પડશે. ખાસ કરીને મે મહિનો અત્યંત તપાવનારો રહેશે, જેમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 27 એપ્રિલ પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 44 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
આગાહી અનુસાર, રાજકોટ અને કચ્છ જિલ્લાઓમાં ગરમીનો પ્રકોપ વધુ તીવ્ર રહેશે, જ્યાં તાપમાન અન્ય વિસ્તારોની સરખામણીએ વધુ ઊંચું રહી શકે છે. આગામી સાત દિવસ સુધી ગરમીમાં સતત વધારો થવાની આગાહી છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળવાના કોઈ અણસાર દેખાતા નથી.
આ તીવ્ર ગરમીના કારણે લોકોને બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, પુષ્કળ પાણી પીવું, હળવા કપડાં પહેરવા અને શરીરને હાઇડ્રેટેડ રાખવું અત્યંત જરૂરી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને ગરમીની અસરથી બચાવવા વધુ કાળજી લેવાની જરૂર છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, મેં મહિનો શરૂ થતા પ્રી મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ જાય છે. જેના કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન ભારે પવન પણ જોવા મળે છે. મેં મહિનો પુરો થતા જ ભારતમાં ચોમાસાની એન્ટ્રી થઈ જાય છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ









Click it and Unblock the Notifications
