Gujarat Weather Alert : આ વખતનો ઉનાળો રેકોર્ડ તોડશે, હવામાન વિભાગની મોટી આગાહી
Gujarat Weather Alert : ગુજરાતમાં શિયાળાની વિદાય બાદ હવે ઉનાળાના આગમન સાથે ગરમીનું જોર વધી રહ્યું છે. વધતી ગરમી વચ્ચે હવામાન વિભાગની પરસેવો છોડાવતી આગાહી સામે આવી છે.
હવામાન વિભાગે આગાહી અનુસાર, આગામી 24 કલાક બાદ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધુ તીવ્ર બનશે. ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે અને આગામી દિવસોમાં ગરમી સ્પીડ પકડશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં પણ વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને ચેતવ્યા છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તરથી પૂર્વ તરફ પવનની દિશામાં ફેરફાર થશે અને 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
- હવામાન વિભાગના અનુમાન અનુસાર, માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં તાપમાન નોંધપાત્ર રીતે વધશે.
- માર્ચ મહિનામાં ઉત્તર ભારતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ પ્રકોપ 8 થી 12 દિવસ સુધી રહી શકે છે.
- એપ્રિલ મહિનામાં તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને ગરમીની અસર 10 થી 12 દિવસ સુધી રહી શકે છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) March 5, 2025
મે મહિનામાં ઉનાળાની પરાકાષ્ઠા દેખાઈ શકે છે, જ્યાં મહત્તમ તાપમાન 49 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. ગરમીનો પ્રભાવ 8 થી 12 દિવસ સુધી રહેવાનો અંદાજ છે.
આગામી દિવસોમાં ગરમીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા હોવાને કારણે લોકોને સાવચેતી રાખવા અને તાપમાનથી બચવા માટે જરૂરી પગલાં ભરવા માટે હવામાન વિભાગે સલાહ આપી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
