Gujarat Weather Alert : હવે ઉનાળો અસલી રંગમાં આવશે, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Weather Alert : ગુજરાતમાં ઉનાળાએ હવે તેનો અસલી રંગ દેખાડવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્ય માટે મહત્વપૂર્ણ આગાહી કરી છે.
આગાહી અનુસાર, આગામી સાત દિવસો દરમિયાન રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે અને ગરમી સતત વધતી રહેશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી ચાર દિવસોમાં રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે. ખાસ કરીને રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં તાપમાન વધુ ઊંચે જવાની શક્યતા છે.
રાજકોટમાં હાલમાં 38.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.
આગાહી અનુસાર, માર્ચ મહિનામાં રાજ્યનું વાતાવરણ સતત બદલાતુ રહેશે. 20 એપ્રિલ પછી રાજ્યમાં વધુ તીવ્ર ગરમી પડવાની શક્યતા છે. 26 મે સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંધી અને વંટોળની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 125 વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં એટલી તીવ્ર ગરમી જોવા મળેલ નથી. આ વખતે વહેલી હિટવેવ અને તીવ્ર ગરમીના કારણે રાજ્યના લોકો માટે ઉનાળાની સીઝન વધુ પ્રભાવશાળી બની શકે છે. દેશના 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાત્રિ તાપમાન સામાન્ય કરતા 3 થી 5 ડિગ્રી વધુ નોંધાયું છે, જે એક ચિંતાજનક પરિસ્થિતિ દર્શાવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
