Gujarat Weather: 10 ઓગસ્ટ બાદ ગુજરાતમાં અનેક જગ્યાએ સારા વરસાદનુ અનુમાન

Gujarat Weather: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હાલમાં વરસાદે વિરામ લીધો છે. જો કે, આગામી પાંચ દિવસ સુધી રાજ્યના ઘણા ભાગોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે પરંતુ ભારેથી અતિ ભારે વરસાદની કોઈ સંભાવના નથી.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ઓગસ્ટના ચોથા રાઉન્ડમાં પણ ભારે વરસાદ પડશે. જો કે, જુલાઈની સરખામણીમાં વરસાદ ઓછો રહેશે. 19થી 21 ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીમાાં મજબૂત સિસ્ટમ બનશે, જે ગુજરાતમાં વરસાદ લાવશે.

rain

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની કોઈ આગાહી નથી. એકાદ જગ્યાએ સામાન્ય વરસાદ થઈ શકે છે. ગુજરાત પર હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી. રાજ્યના તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થશે. વળી, હાલમાં માછીમારોને માટે કોઈ ચેતવણી નથી.

હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર માટે છૂટાછવાયા અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠે ભારે પવન રહી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 10 ઓગસ્ટ પછી સતત આઠ દિવસ વિવિધ ભાગોમાં સારા વરસાદની આગાહી કરી છે. જો કે, તેમણે જણાવ્યુ કે આ વરસાદ સૌરાષ્ટ્ર માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. 10 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી વરસાદનો એક રાઉન્ડ રહેશે. ત્યારબાદ 21 ઓગસ્ટ પછીનો વરસાદનો રાઉન્ડ વધુ પ્રચંડ અને તોફાની હશે.

નોંધનીય છે કે રાજ્યમાં સિઝનનો કુલ 79.33 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છ ઝોનમાં 135.80 ટકા, સૌરાષ્ટ્રમાં 109.04 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.50 ટકા, પૂર્વ- મધ્ય ગુજરાતમાં 63.47 ટકા વરસાદ પડ્યો છે. ત્યારે સીઝનનો સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં જ્યારે સૌથી ઓછો વરસાદ પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં પડ્યો છે.

મંગળવારે સવારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 130.98 મીટરે નોંધાઈ છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. પાણીની આવક 22,119 ક્યુસેક નોંધવામાં આવી છે. છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક 52,025 ક્યૂસેક થઇ છે. જ્યારે રિવરબેડ પાવરહાઉસમાંથી નદીમાં 44,356 ક્યૂસેક પાણીની જાવક થઇ છે. 24 કલાકમાં સપાટીમાં 15 સે.મી.નો વધારો થયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X