Gujarat Weather: ગુજરાતમાં વરસાદ ઘટ્યો, 222 તાલુકામાં વરસાદ, માંડવીમાં 15 ઈંચ, આજે 5 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Weather: ગુજરાત પર આવેલી મજબૂત સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા અહીં વરસાદી કહેર વરસ્યો. આજે આ સિસ્ટમ ધીમે ધીમે સરકી કચ્છ થઇ અરબ સાગરમાં થઇ પાકિસ્તાન તરફ જઇ રહી છે. જેના કારણે કચ્છ, સૌરાષ્ટ્ર સિવાય અન્ય ભાગોમાં વરસાદનું જોર ધીમું થવાની શક્યતાઓ છે.
જો કે, બીજી એક સિસ્ટમ ગુજરાત તરફ આવવાની સંભાવના છે. આજે ગુજરાતનાં પાંચ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.

સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી જિલ્લામાં પાંચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદ સહિત 22 જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ અપાયુ છે.
ચાર દિવસના મેઘ તાંડવ બાદ હવે વરસાદનું જોર અને માત્રા ઘટી છે. કચ્છ જિલ્લાને છોડીને મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું છે. જોકે, છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છ જિલ્લામાં નોંધાયો હતો. આ ઉપરાંત દ્વારકામાં પણ સવા 7 ઈંચ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી શુક્રવારે સવારે 2 વાગ્યા સુધીમાં કૂલ 222 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. કચ્છ અને દેવભૂમી દ્વારકા જિલ્લામાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો.
આજે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ પર અરબી સમુદ્રમાં ચક્રવાત રચાશે જે ઓમાનના દરિયાકાંઠે આગળ વધવાની ધારણા છે. જેના પગલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોને રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. તેમજ માછીમારોને આગામી કેટલાક દિવસો સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. આગામી બે દિવસ સુધી ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠા તેમજ દરિયાઈ વિસ્તારોમાં 60-65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
-
Weather News: આગામી 24 કલાકમાં અનેક રાજ્યોમાં બદલાશે હવામાન, યુપી-બિહાર સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં









Click it and Unblock the Notifications
