Gujarat: હાલોલમાં દિવાલ ધરાશાયી, 4 બાળકોના મોત, 5 ઘાયલ
ગુજરાતના હાલોલમાં ગુરુવારે એક ઔદ્યોગિક વિસ્તારમાં ભારે વરસાદને કારણે એક ફેક્ટરીની દિવાલ અસ્થાયી તંબુઓ પર તૂટી પડી હતી. જેના કારણે પાંચ વર્ષથી નીચેના ચાર બાળકોના મોત થયા હતા, જ્યારે અન્ય પાંચ ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીઓએ આ જાણકારી આપી હતી.
તમને જણાવી દઈએ કે પીડિતાનો પરિવાર મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો રહેવાસી છે. વાસ્તવમાં, આ લોકો હાલોલ તાલુકાના ચંદ્રપુરા ગામમાં આવેલી કેમિકલ ફેક્ટરી પાસેના કન્સ્ટ્રક્શન સાઈટ પર મજૂર તરીકે કામ કરે છે.

જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ જણાવ્યું હતું કે, કામદારોના પરિવારો ફેક્ટરીની બાઉન્ડ્રી વોલ પાસે ઊભા કરાયેલા કામચલાઉ ટેન્ટમાં રહેતા હતા. વરસાદ વચ્ચે અચાનક દિવાલ ધરાશાયી થતા શ્રમિક પરિવારો પર આભ તૂટી પડ્યું હતું.
દિવાલ ધરાશાયી થવાને કારણે કુલ નવ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી પાંચ વર્ષથી ઓછી વયના ચાર બાળકોના મોત થયા હતા.
ઇજાગ્રસ્તોને ઉતાવળમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, બે મહિલાઓ અને બે બાળકો સહિત અન્ય પાંચને હાલોલની એસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જો કે બાદમાં અન્ય એક ઈજાગ્રસ્તને સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. મૃતક બાળકોની ઓળખ પાંચ વર્ષના ચિરીરામ ડામોર, ચાર વર્ષના અભિષેક ભૂરિયા, બે વર્ષના ગુનગુન ભૂરિયા અને પાંચ વર્ષના મુસ્કાન ભૂરિયા તરીકે થઈ છે.
આ દરમિયાન અધિકારીઓએ આગામી બે દિવસ વરસાદની આગાહી કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં છેલ્લા 36 કલાકમાં ભારે વરસાદ થયો છે અને આગામી બે દિવસમાં વધુ વરસાદની સંભાવના છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
