ગુજરાતમાં 959 કરોડથી વધુના 9,254 કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ સંપન્ન, 34 વિકાસ રથ ગામડે ગામડે ફર્યા
Vikas Saptah 2025: PM નરેન્દ્ર મોદીની જનસેવાના 24 વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા આયોજિત 'વિકાસ સપ્તાહ' કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું છે. આ સપ્તાહ દરમિયાન પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ગુજરાતની વિકાસ ગાથાને લોકો સુધી પહોંચાડવા માટે વિશેષ આયોજન કરાયું હતું.

ગામડે ગામડે ફર્યા 'વિકાસ રથ'
આ ઉજવણીના ભાગરૂપે રાજ્યના દરેક જિલ્લા દીઠ એક એમ કુલ 34 'વિકાસ રથ'ને પ્રસ્થાન કરાવાયા હતા. આ વિકાસ રથ ગામડે-ગામડે ફરીને માત્ર સરકારી કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન જ નહોતું આપતા, પણ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને તેમના ઘર આંગણે જ સહાય પણ પહોંચાડી હતી.
રૂ. 959 કરોડના 9,254 કાર્યો પૂર્ણ
વિકાસ સપ્તાહ દરમિયાન, રાજ્યભરમાં કુલ રૂપિયા 959 કરોડથી વધુના 9,254 કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા, જે ગુજરાતમાં ચાલી રહેલી વિકાસની ગતિને દર્શાવે છે.
- લોકાર્પણ: ₹ 704.95 કરોડના 4,251 કામો.
- ખાતમુહૂર્ત: ₹ 254.14 કરોડના 4,772 કામો.
સામાજિક સહભાગિતા
આ વિકાસ યાત્રામાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો, સાંસદો અને ધારાસભ્યો સહિત 9,363થી વધુ સ્થાનિક પદાધિકારીઓ અને 2.46 લાખથી વધુ નાગરિકો જોડાયા હતા.
- લાભાર્થીઓને સહાય: વિકાસ રથના માધ્યમથી વિવિધ યોજનાઓના 24,533 લાભાર્થીઓને કુલ ₹79.24 કરોડની આર્થિક સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
- ભારત વિકાસ પ્રતિજ્ઞા: આ કાર્યક્રમોમાં જોડાયેલા 2,43,754થી વધુ નાગરિકોએ 'વિકસિત ભારત @2047'ના સંકલ્પને સાકાર કરવા માટે "ભારત વિકાસ પ્રતિજ્ઞા" લીધી હતી.
ગુજરાત સરકારનો આ પ્રયાસ યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને તમામ વર્ગોને વિકાસની આ પ્રક્રિયામાં જોડીને રાષ્ટ્ર નિર્માણમાં તેમનું યોગદાન વધારવાનો છે.
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ








Click it and Unblock the Notifications
