ગુજરાત વેટરનરી કાઉંન્સીલની પુન:રચના કરાઇ, 12 સભ્યોને કર્યા નિયુક્તિ, રાઘવજી પટેલ સાથે બેઠક કરાઇ
રાજ્ય સરકારની સૂચનાથી ગુજરાત વેટરનરી કાઉંન્સીલની તાજેતરમાં જ પુન:રચના કરી કુલ 12 સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે. નિયુક્તિ બાદ 25 મેના રોજ કાઉન્સિલના સભ્યોની પ્રથમ બેઠક મળી હતી.

બેઠક બાદ તમામ સભ્યોએ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત કરી હતી. મંત્રીએ નવનિયુક્ત સભ્યોને અભિનંદન પાઠવીને રાજ્યના પશુચિકિત્સકો અને પશુપાલકોના કલ્યાણ માટે રચનાત્મક કામ કરવા અનુરોધ કર્યો હતો.
ગુજરાત રાજ્યમાં પશુસારવાર સાથે સંકળાયેલ પશુચિકિત્સકો યોગ્ય માપદંડ મુજબ પશુઓનાં આરોગ્યની જાળવણી કરે, તેનું નિયમન તેમજ નવી શોધાતી વૈજ્ઞાનિક પદ્ધતિઓની જાણ સમયાંતરે રાજ્યનાં પશુચિકિત્સકોને મળતી રહે તે માટે ઇન્ડિયન વેટરનરી કાઉન્સિલ એક્ટ-1984 હેઠળ ગુજરાત વેટરનરી કાઉંન્સીલની રચના કરવામાં આવી છે.
આજે નવનિયુક્ત સભ્યોની પ્રથમ બેઠક પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની એસ. ઠાકરના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં તમામ સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા. કાઉન્સિલના નિયમોનુસાર આ બેઠકમાં પ્રમુખ તરીકે નિવૃત નાયબ પશુપાલન નિયામક ડૉ. બી. ડી. પટેલ અને ઉપપ્રમુખ તરીકે ડૉ. કે. કે. હડીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
