વડોદરાના માથેથી પૂરની ઘાત તો ટળી, પણ રોગચાળો તાકીને બેઠો છે
વડોદરા, 11 સપ્ટેમ્બર : ગુજરાતના વડોદરા શહેર તંત્રના પ્રયાસોથી પૂરના પાણી આજે ઓસરી ગયા છે. પૂરના પાણી ઓસરતા લોકો હાશકારો અનુભવી રહ્યા છે અને જાણે મોટી ઘાત ટળી હોય તેવું અનુભવી રહ્યા છે. જો કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માટે હજી શ્વાસ હેઠો બેસે તેવી સ્થિતિ આવી નથી. તંત્ર સામે રોગચાળો ફાટી નીકળતો અટકાવવાનો પડકાર છે. આ માટે યુદ્ધના ધોરણે સફાઇની કામગીરી કરવામાં આવી રહી છે.
વડોદરા શહેર અને પૂરની સ્થિતિ અંગે પ્રાપ્ત અહેવાલો અનુસાર અત્યાર સુધીમાં અંદાજે 20,000 લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી છે. નદીના પાણી વડોદરા શહેરના કારેલીબાગ, આજવા - વાઘોડિયા રોડ, ફતેહગંજ, અલકાપુરી, સમા, કલાલી, અટલાદરા, અકોટા, સયાજીગંજ, કલ્યાણનગર, પરશુરામ ભઠ્ઠા, રાવપુરા, માંજલપુર, મુજમહુડા, પેન્શનપુરા, કાશીવિશ્વનાથ, વગેરે વિસ્તારોમાં પ્રવેશી ગયા હતા.
પૂરના પાણીથી આ વિસ્તારોના મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા અને રાજમાર્ગો પર કેડ સમાન પાણી ભરાઇ ગયા હતા, અને વિસ્તારો બેટમાં ફેરવાઇ જતા લોકો ફસાઇ ગયા હતા અને કફોડી સ્થિતિમાં મૂકાઇ ગયા હતા. જો કે આજે ગુરુવારે પૂરના પાણી ઓસરી જતા લોકોએ રાહતના શ્વાસ લીધા હતા. જો કે વડોદરાના કેટલાક વિસ્તારોમાં સાંજ સુધી પાણી ભરાયેલા રહ્યા હતા.
પૂરના પાણી ઓસરતા જ હવે ઠેર ઠેર કાદવ કીચડના થર અને ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. આ ગંદકીમાં ધીરે ધીરે સડો લાગી રહ્યો છે. વાદળછાયું વાતાવરણ અને સૂરજનો તડકો નહીં નીકળતા રોગચાળો ફેલાવાનો ભય ઉભો થયો છે. આ માટે તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે.
વડોદરામાં રોગચાળો ફેલાતો અટકાવવા માટે કેવા પગલાં લેવામાં આવી રહ્યા છે તેની વિગતો જાણવા આગળ ક્લિક કરો...

સફાઇ ઝુંબેશમાં કેટલા કામદારો જોડાયા?
વડોદરા મહાનગરપાલિકાના 3500 કર્મચારીઓ, હંગામી ધોરણે કોર્પોરેશન દ્વારા વિશેષ કામગીરી માટે લીધેલ 1000 જેટલા સફાઈ કર્મચારીઓ અને સુરત તેમજ અમદાવાદથી મોકલેલા 300 સફાઈ કર્મચારીઓ મળી કુલ 4800 જેટલા સફાઈ કર્મચારીઓની મદદથી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

યંત્રો પણ મોટા પાયો કામે લગાડાયા
હેરના દરેક વોર્ડમાં આશરે 200 થી 450 જેટલા સફાઈ કામદારો કામગીરી કરી રહ્યા છે. સફાઈ કામગીરી અને કચરાના નિકાલ માટે 30 જેસીબી 30 મોટી સાઈઝના આઈવા ડમ્પર્સ, 68 ટ્રેક્ટર ટ્રોલી અને 12 ડોઝર્સને કામે લગાડવામાં આવ્યા છે.

ગટરોના પાણી ઘરમાંથી સાફ કરાશે
ડોર ટુ ડોર કચરા એકત્રીકરણ માટે 136 કન્ટેનર્સ ફરી રહ્યા છે. મોટી સાઈઝના 10 ડિવોટરીંગ પમ્પથી પાણી કાઢવાની કામગીરી ચાલુ છે. બે દિવસ દરમ્યાન હજારો ઘરોમાં ગટરો ઉભરાઈ ચુકી છે. હજારો લોકો એવા છે જેમની પાસે પીવાનુ ચોખ્ખુ પાણી પણ નથી. તેની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

રાહત શિબિરોમાં રાહત
ગઈકાલ સુધી જે 12,000 લોકો કોર્પોરેશનની રાહત શિબિરોમાં હતા તેમાંથી હવે 3459 લોકો રાહત શિબિરોમાં છે ત્યારે બાકીના લોકો પોતપોતાના ઘરે પરત ફર્યા છે. રાજ્ય સરકાર દ્વારા રાહત કેમ્પોમાં ત્રણ વખતનું ભોજન અને શુદ્ધ પીવાનું પાણી પુરૂં પાડવામાં આવ્યું છે અને કુલ ત્રણ લાખ ફુડ પેક્ટ્સની વહેંચણી પણ કરવામાં આવી છે.

સ્વૈસ્છિક સંસ્થાઓનું યોગદાન
વડોદરાની સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ આ કાર્યમાં મોટો ફાળો આપ્યો છે. આરોગ્યની ચકાસણી, નિદાન અને સારવાર માટે કોર્પોરેશનની 22 અને રાજ્ય સરકારની 15 મેડીકલ ટીમો સ્વતંત્ર મોબાઈલ વાન સાથે કાર્યરત છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે!






Click it and Unblock the Notifications
