ગુજરાત: બુધવાર અને રવિવારે રસીકરણ અભિયાન બંધ રહેશે
ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત ઘટાડો થતાં હવે, રાજ્ય સરકારે કોરોના વેક્સિનેશનની કામગીરી બુધવાર તથા રવિવારે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ બાબતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક વર્ષમાં
ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત ઘટાડો થતાં હવે, રાજ્ય સરકારે કોરોના વેક્સિનેશનની કામગીરી બુધવાર તથા રવિવારે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ બાબતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક વર્ષમાં આશરે 12 લાખ બાળકો જન્મે છે. તેમને તથા તેમની માતાઓને 10 જેટલા ગંભીર રોગો સામે સુરક્ષા પૂરી પાડવા માટે દર બુધવારે મમતા દિવસ ઉજવાય છે અને એમાં 10 હજાર સેન્ટરો મારફત આવા બાળકો તથા માતાઓને વિવિધ રોગોની રસી અપાય છે.
Recommended Video


રાજ્યમાં કોરોનાની મહામારીમાં સંક્રમણ વધતાં જે તે વખતે આ મમતા દિવસે બાળકો અને માતાઓને અન્ય 10 રોગો માટેની અપાતી રસી ઉપરાંત કોરોનાની રસીને પ્રાધાન્ય અપાયું હતું પરંતુ હવે, કોરોનાના કેસો ઘટ્યા છે. રાજ્યમાં 3 કરોડથી વધુ લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે એટલે હવે સરકારે મમતા દિવસના બુધવારે બાળકો-માતાઓની રસીને પ્રાથમિકતા આપવા માટે બુધવારે તથા રસીકરણના કાર્યક્રમમાં રવિવારે પણ રજા ન રાખનારા, આરોગ્ય કર્મીઓને રજા આપવા માટે રવિવારે કોરોના વેક્સિનેશન બંધ રાખવાનું નક્કી કર્યું છે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ભારત સરકાર દ્વારા ગુજરાતને રોજ 2.50 લાખથી 3 લાખ જેટલા ડોઝ મળે છે. હાલમાં પણ સરકાર પાસે 3 લાખ ડોઝ છે. ગુરુવારે બીજા ૩ લાખ ડોઝ મળી રહેશે. આ રસી મેળવવા માટે ગુજરાત સરકાર પણ ભારત સરકાર સાથે સતત સંપર્કમાં રહે છે એટલે રસીનો કોઈ પ્રોબલેમ નથી પરંતુ સંક્રમણના કેસો ઘટતાં હવે, ગુજરાત સરકાર મમતા દિવસના બુધવારે કોરોનાની રસીને બદલે નવજાત બાળકો અને માતાઓને તેમની વય મુજબ અન્ય રોગોની રસીને પ્રાથમિકતા આપશે તથા રવિવારે કર્મીઓને રજા આપવા રસીકરણ બંધ રાખશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
