ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી
ગુજરાતમાં હાલમાં જ થયેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે. જોકે, હજુ પણ આ સંકટ ટળ્યું નથી તેવી વિગતો હવામાન વિભાગ દ્વારા સામે આવી રહી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ માર્ચના અંતમાં ફરી વાતાવરણ પલટાશે. એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદના બે રાઉન્ડ આવવાની શક્યતા છે, જે આફત બની શકે છે.

અગાઉ પશ્ચિમી વિક્ષોભ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. કરા સાથેના આ વરસાદે ખેતીના પાકને ભારે નુકસાન કરીને જનજીવન પ્રભાવિત કર્યું હતું.
હવામાન વિભાગ (IMD) અનુસાર આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં તાપમાનમાં વધારો નોંધાશે. 28 માર્ચ સુધી વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ ગરમીનો પારો 2-3 ડિગ્રી વધી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાની પ્રબળ શક્યતા છે. તેની અસરથી ગુજરાતના સરહદી વિસ્તારો અને કચ્છમાં ફરી વાદળછાયું વાતાવરણ જોવા મળશે.
રાજ્યમાં આગામી 29 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધી પવનની ગતિમાં ભારે વધારો થઈ શકે છે. આ સમયગાળામાં 40 થી 50 કિમીની ઝડપે ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાઈ શકે છે.
એપ્રિલના બીજા સપ્તાહમાં પણ પ્રી-મોન્સુન એક્ટિવિટીના કારણે રાજ્યમાં વરસાદ અને કરા પડી શકે છે. આ આખો મહિનો વાતાવરણમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળશે જે ખેડૂતો માટે ચિંતાજનક છે.
સૌથી મોટી ચેતવણી 20 એપ્રિલ પછીના સમયગાળા માટે આપવામાં આવી છે જે ગંભીર છે. બંગાળના ઉપસાગરમાં એક શક્તિશાળી વાવાઝોડું સક્રિય થવાની શક્યતા પણ નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
