કમોસમી વરસાદને લઈ રાજ્ય સરકાર એક્શનમાં, અસરગ્રસ્ત વિસ્તારોમાં જવા CMએ મંત્રીઓને તાત્કાલિક સૂચના આપી
Gujarat News: ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેતીના પાક અને માળખાકીય સુવિધાઓને થયેલા વ્યાપક નુકસાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર આજે એક્શનમાં આવી છે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રીએ સિનિયર મંત્રીઓને તાત્કાલિક અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેવા માટે સૂચના આપી છે.

કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. તૈયાર થયેલો ઊભો પાક નિષ્ફળ ગયો છે, જેનાથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.
ખેતી અને રસ્તાઓને વ્યાપક નુકસાન
રાજ્યમાં થયેલા માવઠાને કારણે માત્ર ખેતી જ નહીં, પણ રસ્તાઓ અને માળખાકીય સુવિધાઓને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.
- પાક નુકસાન: મગફળી, કપાસ, સોયાબીન, ડાંગર સહિતના તમામ મુખ્ય પાકોને વ્યાપક નુકસાન થયું છે અને ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે.
- રસ્તાઓને નુકસાન: અનેક વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે, કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને નદીના બ્રિજ પરના ડાયવર્ઝન તૂટી જવાથી વાહનવ્યવહારને અસર થઈ છે.
મંત્રીઓને તાત્કાલિક નિરીક્ષણના આદેશ
નુકસાનનું આકલન કરવા અને જિલ્લા તંત્ર સાથે સંકલન સાધવા માટે મુખ્યમંત્રીએ વરિષ્ઠ મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવાનો નિર્ણય લીધો છે.
- સંકલનની જવાબદારી: મુખ્યમંત્રી દ્વારા કૌશિક વેકરિયા, જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમ્ન વાજા, નરેશ પટેલ અને જયરામ ગામિતને સંબંધિત જિલ્લા તંત્ર સાથે સંકલનમાં રહીને રાહત અને સર્વેની કામગીરી સુનિશ્ચિત કરવા માટે સૂચના આપવામાં આવી છે.
સરકાર દ્વારા આ નુકસાનનો ઝડપી સર્વે કરાવીને ખેડૂતોને યોગ્ય સહાય મળી રહે તે દિશામાં તાત્કાલિક પગલાં લેવામાં આવશે.
-
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના










Click it and Unblock the Notifications
