Tractor subsidy in gujarat : ગુજરાત સરકારે ટ્રેક્ટર સહિતના ખેત સાધનોની ખરીદી માટેની સમયમર્યાદા લંબાવી
Tractor subsidy in gujarat : ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરી છે. આ નિર્ણય ખેડૂતોને ઘટેલી જીએસટીનો ફાયદો મળે તે માટે કરવામાં આવી છે.
ટ્રેક્ટર અને અન્ય ખેતીના સાધનોની ખરીદી પર લાગુ થતા જીએસટી (GST) દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે આ ઘટાડાનો લાભ વધુ ખેડૂતોને મળે તે માટે ખરીદીની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. આ પગલાથી ગુજરાતના અંદાજે એક લાખથી વધુ ખેડૂતોને સીધો નાણાકીય લાભ થશે.

ટ્રેક્ટર પર અગાઉ લાગતો ૧૨% જીએસટી હવે ઘટીને ૫% થયો છે. એવી જ રીતે ટાયર અને અન્ય પાર્ટ્સ પર લાગતો ૧૮% જીએસટી પણ હવે ૫% કરવામાં આવ્યો છે. આ ફેરફારથી ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીમાં ૩૫,૦૦૦ થી ૪૫,૦૦૦ સુધીનો વધારાનો ફાયદો થશે, જે રાજ્ય સરકાર દ્વારા મળતી ૧,૦૦,૦૦૦ ની સબસિડી ઉપરાંત છે.
ખેતી માટેના અન્ય સાધનો અને ડ્રીપ તથા સ્પ્રિંકલર જેવી સિંચાઈ પદ્ધતિઓ પરનો ૧૨% જીએસટી પણ ઘટાડીને ૫% કરવામાં આવ્યો છે. આનાથી ખેડૂતોને આ સાધનો સસ્તા ભાવે મળશે.
રાસાયણિક ખાતર બનાવવા માટે જરૂરી એમોનિયા અને સલ્ફ્યુરિક એસિડ પરનો ૧૮% જીએસટી પણ ઘટાડીને ૫% કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સૂક્ષ્મ પોષક તત્વો અને જૈવિક જંતુનાશક દવાઓ પર પણ ૧૨% ને બદલે હવે માત્ર ૫% જીએસટી લાગુ પડશે. આ નિર્ણયથી દેશમાં ખાતરનું ઉત્પાદન વધશે અને ખેડૂતોને તે સરળતાથી ઉપલબ્ધ થશે.
નવા જીએસટી દર ૨૨ સપ્ટેમ્બરથી અમલમાં આવવાના છે. આથી જે ખેડૂતોને અગાઉ ટ્રેક્ટર અને ખેત ઓજારો ખરીદવા માટે મંજૂરી મળી હતી અને જેમની સમયમર્યાદા ૨૨ સપ્ટેમ્બર પહેલા પૂરી થતી હતી તેમને પણ આ નવા દરનો લાભ મળે તે માટે રાજ્ય સરકારે ખરીદીની સમયમર્યાદા ૨૨ સપ્ટેમ્બરથી વધુ ૩૦ દિવસ સુધી લંબાવી છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
