ગુજરાત : ધોરણ 10નું પરિણામ 65.12 ટકા

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ધોરણ 10નું પરિણામ 2 જૂનના રોજ જાહેર થયું હતું. ગયા વર્ષે ધોરણ 10નું પરિણામ 69.10 ટકા આવ્યું હતું. આજે ધોરણ 10નું પરિણામ બોર્ડની વેબસાઈટ http://www.gseb.org/ પરથી જાહેર કરાયું છે. ધોરણ 10નું પરિણામ મોડું જાહેર કરવામાં આવ્યું હોવાથી ધોરણ 11માં પણ પ્રવેશ પક્રિયા મોડી શરૂ થશે.
એસએસસીની પરીક્ષા રાજ્યના 758 કેન્દ્ર પરથી માર્ચ 2013માં લેવામાં આવી હતી. ગુજરાતમાંથી 9,66,114 વિદ્યાર્થીઓએ ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપી હતી. આ પૈકી 6,29,140 વિદ્યાર્થીઓ પાસ થવામાં સફળ રહ્યા છે. જ્યારે 3,36,974 વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ખેડા જિલ્લો ફરી એકવાર 84.22 ટકા પરિણામ સાથે સૌથી ઊંચું પરિણામ ધરાવતો જિલ્લો રહ્યો છે. આવી જ રીતે 47.51 ટકા જેટલા પરિણામ સાથે જામનગર જિલ્લો રાજ્યમાં સૌથી નીચું પરિણામ ધરાવતો જિલ્લો સાબિત થયો છે.
રાજ્યમાં સૌથી વધુ 97.53 ટકા પરિણામ સામલોડ કેન્દ્રનું રહ્યું છે. જ્યારે સૌથી ઓછું 12.13 ટકા પરિણામ દૂધીયા કેન્દ્રનું રહ્યું છે. રાજ્યમાં કુલ 379 શાળાઓનું પરિણામ 100 ટકા રહ્યું છે જ્યારે 164 શાળાઓનું પરિણામ 10 ટકા કરતા પણ ઓછું આવ્યું છે.
કુલ 3,787 જેટલા વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવવામાં સફળતા હાંસલ કરી છે. જ્યારે 36,257 વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ મેળવવામાં સફળ રહ્યા છે. 1,02,319 વિદ્યાર્થીઓ બી વન અને 1,80,551 વિદ્યાર્થીઓ બી ટુ ગ્રેડ મેળવવામાં સફળ રહ્યા છે. 1,90,226 વિદ્યાર્થીઓ સી વન અને 61,247 વિદ્યાર્થીઓને સી ટુ ગ્રેડ મળ્યો છે. જ્યારે 54,650 વિદ્યાર્થીઓને ડી ગ્રેડથી સંતોષ માનવાની ફરજ પડી છે.
આ વર્ષે નાપાસ થનાર 3,36,974 વિદ્યાર્થીઓ પૈકી 86,446 વિદ્યાર્થીઓ એક વિષયમાં નાપાસ થયા છે. 90,855 વિદ્યાર્થીઓ બે વિષયમાં, 65,026 વિદ્યાર્થીઓ ત્રણ વિષયમાં, 41,033 વિદ્યાર્થીઓ ચાર વિષયમાં, 27,796 વિદ્યાર્થીઓ પાંચ વિષયોમાં, 23,907 વિદ્યાર્થીઓ છ એ છ વિષયમાં નાપાસ થયા છે.
આ વર્ષે પ્રથમ વખત ધોરણ 10માં વિદ્યાર્થીઓએ સમગ્ર વર્ષ દરમિયાન કરેલા દેખાવને લઈને તેના મૂલ્યો, કૌશલ્યોને દર્શાવતો ગ્રેડ પણ ગુણપત્રકમાં દર્શાવવામાં આવ્યો છે. અંગ્રેજી માધ્યમના ઉમેદવારોના પરિણામની ટકાવારી ધારણા પ્રમાણે જ ઊંચી રહી છે અને આ ટકાવારી 90.64 ટકા રહી છે. ગુજરાતી માધ્યમનું પરિણામ 63.76 ટકા અને હિંદી માધ્યમનું પરિણામ 62.46 ટકા નોંધાયું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
