પર્યટકોને સુવિધા : ગુજરાતમાં સોમનાથ અને દીવને દરિયાઇ હાઇવેથી જોડાશે
ગાંધીનગર, 7 ઓગસ્ટ : ગુજરાત માટે કેન્દ્ર સરકાર તરફથી એક સારા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારના રાજમાર્ગ અને પરિવહન મંત્રાલયે ગુજરાતને વધુ ત્રણ નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગને મંજૂરી આપી દીધી છે. આ કારણે રાજ્યમાં આવતા પર્યટકોને માટે પરિવહન વધારે સરળ અને સમયની બચત કરાવતું બનશે.
જે ત્રણ રાષ્ટ્રીય દોરીમાર્ગ માટે મંજુરી મળે છે તેમાં ભાવનગર-સોમનાથ દરિયાઇ હાઈ વેને દીવ સાથે જોડતો 10 કિલોમીટરનો હાઈવે, ઊના, દેલવાડા-માંડવીથી દીવ અને કેસરિયા જંકશનને જોડતો 9 કિલોમીટરનો હાઈવે તેમજ વલસાડના કરમ્બેલી ફાટકથી દમણ ચેકપોસ્ટ અને પટાલીયાથી ઉદવાડા રેલવે સ્ટેશનને જોડતા માર્ગનો સમાવેશ થાય છે.

રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે અત્યાર સુધી કુલ 90 કિલોમીટરના આ રાજ્યધોરી માર્ગો હવેથી રાષ્ટ્રીય ધોરીમાર્ગો બનતા તેનો નિભાવ ખર્ચ કેન્દ્ર ભોગવશે.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારે ગુજરાતના 90 કિલોમીટરની લંબાઈના ત્રણ નવા રાષ્ટ્રીય ધોરી માર્ગને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે ગુજરાતના જે અગત્યના રસ્તાઓ છે તેને નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કર્યા છે. ગુજરાતને મહારાષ્ટ્ર સાથે જોડતા તેમજ મહારાષ્ટ્રની સરહદથી સાગબારા - ડેડીયાપાડા - નેત્રંગ સુધીના રસ્તાઓનો સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું કે રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની કુલ લંબાઈ 3867 કિલોમીટરની છે જે પૈકી રાજ્ય સરકાર હસ્તકના ધોરીમાર્ગની લંબાઈ 2040 કિલોમીટરની છે. તેમાં હવે 90.2 કિલોમીટરના નવા રાષ્ટ્રીય ધોરી માર્ગનો સમાવેશ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
