ઝાકિયા સીટના રિપોર્ટ સામે કેસ પ્લી કરી શકશે નહીં

zakia-jafri
અમદાવાદ, 27 નવેમ્બર : ગુજરાત રમખાણ કેસના પીડિત ઝાકિયા જાફરી માટે મોટી પીછેહઠ થાય તેવો ચૂકાદો આજે મેટ્રોપોલિટન કોર્ટે આપ્યો છે. ગુજરાત રમખાણ કેસોમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વિરુધ્ધ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ના ક્લૉઝર રિપોર્ટની વિરુધ્ધમાં પિટિશન ફાઇલ કરવાનો અધિકાર તેમણે ગુમાવી દીધો છે.

અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે જણાવ્યું છે કે "કોંગ્રેસના નેતા અહેસાન જાફરીના પત્ની ઝાકિયા જાફરી અત્યાર સુધીમાં અનેકવાર આદેશ આપવામાં આવ્યા હોવા છતાં પીટિશન ફાઇલ કરવામાં નિષ્ફળ ગયા છે."

ઉલ્લેખનીય છે કે અગાઉ ઝાકિયા જાફરીએ મેટ્રોપોલિટન કોર્ટને જાણ કરી હતી કે સુપ્રીમ કોર્ટ તરફથી તેમણે સ્પષ્ટતા માંગી હોવાથી તેમને વધારે સમય જોઇએ છે. આ મુદ્દે ઝાકિયાના વકીલે જણાવ્યું કે કોર્ટના આદેશને હવે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે.

ગુલબર્ગ હાઉસિંગ સોસાયટી કેસના મુખ્ય ફરિયાદી ઝાકિયા જાફરીએ અગાઉ આરોપ મુક્યો હતો કે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી સીટ દ્વારા ગુજરાત રમખાણ 2002નો અધૂરો રિપોર્ટ તેમને આપ્યો છે. આપવામાં આવેલા રિપોર્ટના 20 પાના ઓછા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X