ગુજરાત રેરા ટ્રિબ્યુનલનું ઓનલાઇન પોર્ટલ લોન્ચ, હવે 17 સુવિધાઓ આંગળીના ટેરવે
કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરના નિયમન અને વિકાસ માટે તથા મકાન ધારણકર્તા એલોટીઝના હિત જાળવવા 2016માં ધ રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ (RERA) અમલમાં મૂક્યો છે.
ગુજરાતમાં આ કાયદો 1 મે 2017થી અમલી થયો છે. તેની જોગવાઈઓ હેઠળ રાજ્યમાં ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલ (રેરા ટ્રિબ્યુનલ)ની સ્થાપના કરવામાં આવી છે.

15મી ફેબ્રુઆરીએ રેરા ટ્રિબ્યુનલનું નવુ ઓનલાઇન યુઝર-ફ્રેન્ડલી પોર્ટલ (great.gujarat.gov.in) લોન્ચ કરાયુ છે. આ પોર્ટલનો હેતુ રિયલ એસ્ટેટ ક્ષેત્રેની સેવાઓને વધુ સજ્જડ અને સરળ બનાવવાનો છે.
ટ્રિબ્યુનલના ચેરમેન નિવૃત્ત ચીફ જસ્ટિસ આર.એમ. છાયાની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આ પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ પોર્ટલ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન તરફ એક મોટો પગથિયું છે, જે નાગરિકોને વધુ સુવિધા અને પારદર્શકતા આપશે.
આ પોર્ટલનો ઉદ્દેશ્ય છે કે નાગરિકો રેરા સંબંધિત તમામ કામગીરી ઘરબેઠા સરળતાથી કરી શકે. આ પોર્ટલમાં 17 પ્રકારની મુખ્ય સેવાઓ ઉપલબ્ધ છે.
- અપીલ ફાઇલિંગ અને નોંધણી
- ફી અને ડિપોઝિટની ઓનલાઈન ચુકવણી
- અપીલ પ્રોસેસિંગ માટે ઈમેલ અને SMS એલર્ટ્સ
- હદ-ગણતરી અને વિલંબ માફી માટેની અરજી
- સુનાવણી માટેની તારીખ નક્કી કરવા અને પક્ષકારોને નોટિફિકેશન
- દૈનિક કાર્યોની યાદી (Daily Cause List)
- ચુકાદાની તારીખ વિશે ઈમેલ અને SMS દ્વારા નોટિફિકેશન
- E-ફાઇલિંગ પ્લેટફોર્મ
- સુનાવણી માટે બંને પક્ષકારોને ઓનલાઈન સૂચનાઓ
- ચુકાદા/ઓર્ડર ઓનલાઈન જોવા માટેની સુવિધા
આ પોર્ટલ રેરા ટ્રિબ્યુનલની કામગીરીને ડિજિટલ માધ્યમમાં ફેરવશે. ટ્રિબ્યુનલ સંબંધિત તમામ ડેટા, એપ્લિકેશન્સ અને ચુકાદાઓ હવે ઓનલાઇન ઉપલબ્ધ હશે, જે નાગરિકોને સમય અને મહેનત બંને બચાવશે.
ગુજરાત રેરા ટ્રિબ્યુનલના આ ઓનલાઈન પોર્ટલથી નાગરિકો અને સંબંધિત પક્ષકારો માટે કામકાજ વધુ સરળ બનશે. ડિજિટલ માધ્યમના ઉપયોગથી, રાજ્ય સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરમાં નાગરિકોના હિતને વધુ પ્રોત્સાહન આપ્યું છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
