રાજ્યમાં ભાદરવામાં વરસાદનો બીજો એક રાઉન્ડ શરુ, જાણો હવામાન વિભાગની આગાહી
છેલ્લા 18 કલાકમાં રાજ્યમાં 168 તાલુકાઓમાં વરસાદ થયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે...
અમદાવાદઃ ગરમી અને બફારા પછી રાજ્યમાં ફરીથી વરસાદ શરુ થતા ઠંડક થઈ ગઈ છે. છેલ્લા 18 કલાકમાં રાજ્યમાં 168 તાલુકાઓમાં વરસાદ થયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. વળી, અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થશે જ્યારે અમુક જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ થશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો 103 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં આ જગ્યાએ આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. વળી, અમદાવાદમાં પણ 14 અને 15 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સુરત, નર્મદામાં અતિ ભારે વરસાદની આગાહી છે. વડોદરા, ભરુચ, તાપી, નવસારી, વલસાડ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે.

168 તાલુકાઓમાં થયો વરસાદ
તમને જણાવી દઈએ કે 11 સપ્ટેમ્બરે રાતે 12 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 168 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના વલ્લભીપુરમાં 3.28 ઈંચ, અમરેલીના બાબરામાં 2.72 ઈંચ, રાજકોટના જેતપુર, ધંધુકા, વિછીયા, સુરેન્દ્રનગરના ચુડા, મોરબીના હળવાદમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વળી, પાટણના સંતલપુર, થાનગઢ, કરજણ, માળિયા મિયાણા, પાલનપુર, ઉમરપાડા, ઉમરલા, સિનોર અને ખેડામાં દોઢ ઈંચથી વધુ વરસાદ થયો છે.

ડેમ ઓવરફ્લો
આજે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 137.60 મીટર થઈ ગઈ છે. 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં 12 સેમીનો વધારો થયો છે. હાલ ડેમમાં 65881 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના બે દરવાજા 0.20 સેમી ખોલીને 6000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યુ છે. ભારે વરસાદને પગલે ભાદર-2, મોજ, આજી-2 સહિત અનેક ડેમ ઓવરફ્લો થતા હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેતપુર તાલુકામાં મેવાસા પાસેનો છાપર વાડી 2 ડેમ ઓવરફ્લો થતા અનેક વિસ્તારોને એલર્ટ કરાયા.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
