Gujarat Rain Update: ગુજરાતમાં સરેરાશ ચોમાસાના 44 ટકાથી વધુ વરસાદ નોંધાયો
Gujarat Rain Update: રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આજે સવારે 6 કલાકના આંકડા મુજબ અનુસાર, ગુજરાતમાં આ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 391.09 મીમી વરસાદ નોંધાયો છે, જે સરેરાશ વાર્ષિક વરસાદના 44.29 ટકા છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 66.13 ટકા વરસાદ નોંધાયો છે, ત્યારબાદ કચ્છમાં 58.40 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં તેની સરેરાશના 50.16 ટકા વરસાદ થયો છે, જ્યારે ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં અનુક્રમે અંદાજે 24.02 ટકા અને 24.90 ટકા વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં આ સિઝનમાં સૌથી વધુ 1253.50 મીમી વરસાદ નોંધાયો છે, જે બાદ જૂનાગઢમાં 1099.5 મીમી અને નવસારીમાં 1097.67 મીમી વરસાદ નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, 251 તાલુકાઓમાંથી 23 તાલુકાઓમાં 1,000 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે.












Click it and Unblock the Notifications
