Gujarat Rain Update: વરસાદ પહેલા સરકાર સજ્જ, જાણો ચોમાસાની તૈયારીઓ
Gujarat Rain Update: ચોમાસાના આગમન પૂર્વે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન હવામાન વિભાગના અધિકારી દ્વારા રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
તેમજ આગામી અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં એનડીઆરએફના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડિપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા રિઝિયન વાઈઝ સ્ટોરેજની સ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના 206 જળાશયો પૈકી 02 જળાશયો એલર્ટ પર અને 01 જળાશય વોર્નિંગ પર હોવાનું પણ તેમને જણાવ્યું હતું. આ ઉપરાંત SSNNL વિભાગના અધિકારી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
ઈસરોના અધિકારી દ્વારા જૂન માસમાં સંભવિત વરસાદની શક્યતાઓ અંગે ફોરકાસ્ટની તેમજ કૃષિ વિભાગના અધિકારી દ્વારા ખરીફ પાકની વિગતો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ મીટિંગમાં CWC-Mahi અને Tapi Division, ફોરેસ્ટ, જીએમબી, ઊર્જા, માર્ગ અને મકાન, GSRTC, યુડીડી, પંચાયત, પશુપાલન, શિક્ષણ, ICDS વિભાગના તથા ઈન્ડિયન આર્મીના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
