Gujarat Rain Update : ભારે વરસાદના કારણે તારાજી, ગુજરાતમાં 102 લોકોના મોત
Gujarat Rain Update : ગુજરાતમાં ભારે વરસાદને કારણે તબાહી મચી ગઇ છે. જેમાં સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. છેલ્લા 2-3 દિવસમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. જે કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઇ રહી છે.
રાજ્યમાં ભારે વરસાદને કારણે મોટી સંખ્યામાં જાન-માલનું નુકસાન થયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 102 લોકોના મોત થયા છે. આ સાથે 4119 પ્રાણીઓના પણ મોત થયા છે.

વરસાદને કારણે તકેદારીના પગલારૂપે પંચાયત હસ્તકના 271 રસ્તાઓ સહિત કુલ 302 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આવા સમયે લગભગ 10 રાજ્ય ધોરીમાર્ગો પણ બંધ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત નેશનલ હાઈવે પણ વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જેમાં વલસાડ જિલ્લામાં સૌથી વધુ 66 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ સાથે જ ભાવનગર જિલ્લામાં 57 અને પોરબંદરમાં 47 રસ્તાઓ બંધ છે.
નવસારી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને વલસાડમાં વરસાદે તારાજી સર્જી છે. 23મી જુલાઈએ જૂનાગઢમાં વરસાદને પગલે અનેક લોકો પાણીમાં ફસાઈ જતાં 736 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
રેસ્ક્યુ ઓપરેશનમાં 358 લોકોને બચાવી લેવાયા છે. અત્યાર સુધીમાં કુલ 736 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત લગભગ 358 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 68 ટકાથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે. નદી-નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રવિવારની સવાર સુધીમાં રાજ્યના મુખ્ય 207 ડેમમાં 59.83 ટકા પાણી ભરાઈ ગયું છે. આ સાથે 49 ડેમ ઓવરફ્લો થયા છે,
તો 77 ડેમ હાઈ એલર્ટ પર છે. સૌરાષ્ટ્રના 37 ડેમ સૌથી વધુ છે. અહીંના 141 ડેમમાં 76.6 ટકા પાણી ભરાયું છે. ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 1238.26 MCM પાણીનો સંગ્રહ થયો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે






Click it and Unblock the Notifications
