હવામાન સમાચાર: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ, જાણો કયા કેટલો વરસાદ નોંધાયો?
Gujarat Rain Update: ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગત ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી બે થી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ 18 ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે, સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર 24 કલાકમાં અધધ 12 ઈંચથી વધુ, જામનગર જિલ્લામાં 11 ઈંચથી વધુ અને પોરબંદર જિલ્લામાં 9 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
તાલુકાની વાત કરીએ તો, જામનગર તાલુકામાં 15 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ સાથે જ, જામનગરના જામજોધપુર અને લાલપુર તાલુકામાં પણ 13 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
જામનગરના કાલાવડ અને પોરબંદરના રાણાવાવ તાલુકામાં 11 ઈંચથી વધુ, દેવભૂમિ દ્વારકાના ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા તાલુકા ઉપરાંત રાજકોટના કોટડા સાંગાણી તાલુકામાં તથા પોરબંદર તાલુકામાં 10-10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
જ્યારે, રાજકોટ તાલુકા 9 ઇંચથી વધુ વરસાદ થયો છે. આમ, સૌરાષ્ટ્રના મોટાભાગના તાલુકાઓમાં મંગળવારે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી.

વધુમાં, જામનગરના ધ્રોલ તેમજ રાજકોટના ધોરાજી અને જામકંડોરણા તાલુકામાં 7 ઈંચથી વધુ જ્યારે, રાજકોટના ગોંડલ, પોરબંદરના કુતિયાણા અને જામનગરના જોડીયા તાલુકામાં 6 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત મોરબીના વાંકાનેર અને ટંકારા તાલુકામાં, જૂનાગઢના વિસાવદર, વંથલી, માણાવદર, મેંદરડા અને કેશોદ તાલુકા ઉપરાંત રાજકોટના ઉપલેટા તાલુકામાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર તરફથી મળેલા અહેવાલ અનુસાર, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 12 તાલુકામાં 4 ઈંચથી વધુ, 8 તાલુકામાં 3 ઈંચથી વધુ, 27 તાલુકામાં 2 ઈંચથી વધુ તેમજ 95 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ સાથે જ, રાજ્યના 80 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યના કુલ 250 તાલુકામાં સરેરાશ 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ 28મી ઓગસ્ટ, 2024ના રોજ સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 100 ટકાને પાર કરીને 105 ટકા સુધી પહોંચ્યો છે.
આ વર્ષે કચ્છ ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 125 ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 116 ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં 109 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 102 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી 84 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી






Click it and Unblock the Notifications
