Gujarat Rain: નવરાત્રિમાં પડશે વરસાદ, દિવાળી બાદ પણ વરસાદ પીછો નહીં છોડે, જાણો અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. નવરાત્રીમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે. છઠ્ઠા નોરતાથી દશેરા સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ વરસશે. ગત વર્ષેની જેમ આ વર્ષે પણ નવરાત્રીમાં વરસાદ વરસશે. જેના કારણે ખેલૈયાઓનો ખેલ બગડશે.

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં એક સપ્તાહથી ભારે વરસાદ પડી રહ્યો છે અને નદી નાળા તથા જળાશયો છલકાઇ ગયા છે ત્યારે ફરી એક વાર વરસાદનું જોર રાજ્યમાં વધી શકે તેવા અહેવાલ આવ્યા છે. જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એક વાર આગાહી કરી છે કે 30 ઓગસ્ટ સુધી અને સપ્ટેમ્બરના શરૂઆતમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શકયતા રહેશે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે, તેમના જણાવ્યા મુજબ વરસાદ હજુ ગયો નથી. અત્યારે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે 27 અને 28 તારીખના રોજ વાતાવરણમાં પલટો આવશે.
30 ઓગસ્ટ સુધી અને સપ્ટેમ્બરના શરૂઆતમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શકયતા
તેમણે આગાહી કરી છે કે 30 ઓગસ્ટ સુધી અને સપ્ટેમ્બરના શરૂઆતમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શકયતા રહેશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં 4થી 6 ઇંચ જેટલો વરસાદ પડશે, અરવલ્લી, સાબરકાંઠા અને પંચમહાલના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે.
નવરાત્રિના દિવસોમાં પણ વરસાદની શક્યતા
તેમણે આગાહી કરી છે કે 18થી 30 સપ્ટેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાને કારણે નવરાત્રિના દિવસોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. દિવાળી બાદ એટલે કે, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પણ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસશે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
