Gujarat Rain: રાજ્યમાં મેઘરાજાની મહેર, હજુ 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, એલર્ટ જાહેર

Gujarat Rain: હવામાન વિભાગ દ્વારા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વળી, અનેક વિસ્તારોમાં આગામી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વળી, સુરત, ડાંગ અને તાપીમાં પણ આગામી 4 દિવસ અતિ ભારે વરસાદની સંભાવના છે.

rain

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ 28 જૂન એટલે કે આજે બુધવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. વળી, સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ આગામી 5 દિવસ વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છ, પોરબંદર અને જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

તમને જણાવી દઈએ કે સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર - SEOC ગાંધીનગર ખાતે રાહત કમિશ્નર આલોકકુમાર પાંડેના અધ્યક્ષ સ્થાને ગઈ કાલે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતમાં 206 જળાશયોમાંથી 6 જળાશયોને હાલમાં હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. વળી, 3 જળાશયો એલર્ટ પર છે અને 1 જળાશય વૉર્નિંગ પર છે. એનડીઆરએફ અને એસડીઆરએફની તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી અને વલસાડ જિલ્લામાં 28થી 30 જૂન દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. નોંધનીય છે કે છેલ્લા 3 દિવસથી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં થઈ રહેલા વરસાદથી ડેમોમાં નવા નીર આવ્યા છે. નર્મદા ડેમની સપાટી વધીને 119.78 મીટર થઈ ગઈ છે.

ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સપાટીમાં વધારો થયો છે. પાણીની આવક 19,446 ક્યુસેક છે. રાજકોટમાં સામાન મોજમાં અડધા ફૂટ નવા નીરની આવક થઈ છે. ગુજરાતમાં ગઈ કાલે 154 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. સૌથી વધુ ઉમરગામમાં 5 ઈંચ વરસાદ થયો હતો. છેલ્લા 24 કલાકમાં 20 તાલુકાઓમાં 2થી સાડા ચાર ઈંચ વરસાદ થયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X