Gujarat Rain : ગુજરાતમાં 22 ઓગસ્ટથી મેઘમહેર, આ જિલ્લાઓમાં બઘડાટી બોલાવશે

ગુજરાતમાં ચોમાસાએ શરૂઆતથી જ રંગ જાળવી રાખ્યો છે. હાલ વરસાદે થોડો વિરામ લીધો છે પરંતુ આગામી દિવસોમાં રાજ્યમાં સારો વરસાદ જોવા મળશે.

હાલના આંકડા પર નજર કરીઓ તો, આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 79 તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે.

Gujarat Rain

હવામાન વિભાગની આગાહી અનુસાર, ઑગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લામાં હળવાથી મધ્યમની સાથે ભારે વરસાદ જોવા મળશે.

હવામાન નિષ્ણાતો અનુસાર, અરબ સાગર અને બંગાળની ખાડી હાલમાં નિષ્ક્રિય હોવાથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી નથી. રાજ્યમાં હળવા વરસાદ પાછળનું કારણ 850 HPA લેવલ ભેજ છે.

આવનારા સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદના એંધાણ નથી અને હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. ઑગસ્ટ મહિના છેલ્લા અઠવાડિયામાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવા સાથે અરબ સાગરમાં એક અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે અને તેના કારણે 22થી 30 ઑગસ્ટ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ જોવા મળશે.

આ સિવાય હવામાન વિભાગ દ્વારા આવનારા છ દિવસ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

20થી 22 ઑગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વડોદરા, છોટા ઉદેપુર, વલસાડ જિલ્લામાં અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયો વરસાદ જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X