Gujarat rain forecast : રાજ્યમાં ફરીથી વરસાદની ધમાકેદાર ઈનિંગ જોવા મળશે, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat rain forecast : લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થવા જઈ રહ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે.
હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, ૧૫ ઑગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. આ વરસાદ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વધુ જોવા મળશે.

હવામાન વિભાગના બુલેટિન અનુસાર, ૧૬ ઑગસ્ટે ગુજરાતના દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત ૧૭ ઑગસ્ટે આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે કરેલા વિસ્તૃત અનુમાન મુજબ, ૧૫ ઑગસ્ટથી શરૂ થનારો વરસાદનો આ દોર ૨૨ ઑગસ્ટ સુધી યથાવત રહી શકે છે. આ વરસાદનું મુખ્ય કારણ કચ્છ અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય થયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આ સિસ્ટમને કારણે ભેજનું પ્રમાણ વધ્યું છે, જેના પરિણામે રાજ્યમાં વરસાદી માહોલ ફરી જામશે.
આગામી દિવસોમાં આ વરસાદ ખેડૂતો માટે પણ રાહત લઈને આવશે, જે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
