gujarat rain Forecast : શક્તિ વાવાઝોડું નબળું પડ્યું, જાણો ગુજરાતમાં વરસાદની કેટલી સંભાવના?
gujarat rain Forecast : ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. પૂર્વમાં સક્રિય થયેલું શક્તિ વાવાઝોડું (Shakti Cyclone) હવે નબળું પડીને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે.
તેની અસર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance)ની હાજરીને કારણે ગુજરાતના ઘણા ભાગોમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે.

હવામાન વિભાગે આગામી 24 કલાક માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ (Gujarat Rain Forecast)ની આગાહી કરી છે.
હવામાન વિભાગ દ્વારા અપાયેલી માહિતી મુજબ, ડિપ્રેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા ઝાપટાં કે હળવો વરસાદ પડી શકે છે.
આ સિવાય દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશ દમણ-દાદરાનગર હવેલી તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવા વરસાદની સંભાવના છે.
મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ભેજનું પ્રમાણ વધવાથી વાતાવરણ પલટાઈ શકે છે. વડોદરા અને છોટા ઉદેપુર જેવા જિલ્લાઓમાં પણ અમુક સ્થળો પર હળવા ઝાપટાં પડવાની શક્યતા છે.
હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસું (Monsoon 2025) આગામી ત્રણથી ચાર દિવસમાં સંપૂર્ણપણે વિદાય લઈ લે તેવી સંભાવના છે. જો કે, ત્યાં સુધી સ્થાનિક સ્તરે છૂટાછવાયા વરસાદની ગતિવિધિઓ ચાલુ રહી શકે છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
