Gujarat Rain Forecast : ગુજરાતમાં હાલ વરસાદથી રાહત નહીં, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast : હવામાન વિભાગે (IMD) એ ગુજરાતમાં આગામી 4 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ૧ ઓક્ટોબર પછી પણ ૪ ઓક્ટોબર સુધી હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, ૩૦ સપ્ટેમ્બરના રોજ પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને કચ્છ માટે યલો એલર્ટ છે અને રાજ્યભરમાં વીજળીના કડાકા સાથે ૩૦-૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
આ પછી ૧ ઓક્ટોબરે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવ માટે ભારે વરસાદનું યલો એલર્ટ છે.
આ જિલ્લાઓ ઉપરાંત ભરૂચ, સુરત, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદમાં પણ વીજળી સાથે વાવાઝોડાનું એલર્ટ પણ અપાયુ છે.
IMD એ જણાવ્યું છે કે ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી નૈઋત્યના ચોમાસાની વિદાયની પ્રક્રિયા હાલમાં અટકી ગઈ છે. આગામી 7 દિવસ સુધી ચોમાસાની વિદાય માટે વાતાવરણ અનુકૂળ નથી.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ









Click it and Unblock the Notifications
