Gujarat rain : ઓગસ્ટમાં ગુજરાતમાં મેધતાંડવ જોવા મળશે, આવી ગઈ લેટેસ્ટ આગાહી
Gujarat rain : ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે અને આગામી દિવસોમાં રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગ બંને દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે, 27 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. આ સમયગાળામાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડશે, જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

કેટલાક વિસ્તારોમાં તો 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 23 જુલાઈથી સારા વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. 23 થી 24 જુલાઈ દરમિયાન અરવલ્લી, પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે.
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા પણ ગુજરાતના ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, રાજકોટ, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા અને જામનગર જિલ્લાઓનો સમાવેશ થાય છે.
હાલમાં રાજ્યમાં ચોમાસાની ગતિવિધિ સક્રિય છે અને ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ છે. IMD અનુસાર, જુલાઈના છેલ્લા અઠવાડિયામાં ચોમાસું ફરીથી સક્રિય થતાં વરસાદનું જોર વધશે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 22 થી 31 જુલાઈ દરમિયાન વરસાદનો એક મોટો અને લાંબો રાઉન્ડ આવી રહ્યો છે. તેમના મતે, જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે અને તે ગુજરાત પરથી પસાર થવાની પૂરેપૂરી સંભાવના છે. આ સિસ્ટમ 22 જુલાઈથી સક્રિય થઈને પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે અને તેની અસર 23 જુલાઈથી ગુજરાતને થવાનું અનુમાન છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
