Gujarat rain alert : ગરમી વચ્ચે માવઠું દસ્તક દેશે, અંબાલાલ પટેલની કમોસમી વરસાદની આગાહી
Gujarat rain alert : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત માટે અગત્યની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, રાજ્યના વાતાવરણમાં આગામી 48 કલાકમાં મોટો પલટો જોવા મળશે.
ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ, ગાજવીજ સાથે પવન ફૂંકાશે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની પડવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે ખાસ કરીને બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, રાજકોટ, મોરબી, આણંદ અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે.
ખેડૂતો અને સામાન્ય લોકો માટે આ આગાહી મહત્વપૂર્ણ બની રહે છે, કારણ કે આ હવામાની સ્થિતિ ખેતી અને દૈનિક જીવન પર સીધો અસર કરી શકે છે.
અગાઉના વર્ષો સાથે તુલના કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે ચોમાસુ 2006 અથવા 2007 જેવું રહેવાની શકયતા છે. તે સમય દરમિયાન પણ ચોમાસું સામાન્ય કે ઉપરસર હોય તેવું રહ્યું હતું.
તેમણે સ્પષ્ટ કહ્યું કે, આ વર્ષે ચોમાસું નબળું રહેવાની શક્યતા ખૂબ ઓછી છે, જે ખેડૂતો માટે સકારાત્મક સંકેત છે. આ સિવાય તેમણે કહ્યું કે, બંગાળના ઉપસાગરમાં મે મહિનામાં ભારે વાવાઝોડું આવવાની સંભાવના છે અને અરબ સાગરમાં 10 મેથી ચક્રવાત સર્જાઈ શકે છે.
આ બંને હવામાનની ઘટનાઓ સમગ્ર પશ્ચિમ ભારત માટે મહત્વની સાબિત થઈ શકે છે. ચક્રવાતના કારણે સમુદ્રના તટીય વિસ્તારોમાં ભારે પવન, વરસાદ અને ઊંચા તરંગો આવવાની શક્યતા રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
