ગુજરાતની 5780 ખાનગી સ્કૂલોની ફી ઓનલાઈન જોઈ શકાશે, FRCએ વેબસાઈટ પર વિગતો જાહેર કરી
ગુજરાતની ખાનગી શાળાઓમાં ફી ઉઘરાવવા બાબતે પારદર્શિતા લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ફી રેગ્યુલેટરી કમિટી (FRC) એ રાજ્યની કુલ 5,780 જેટલી પ્રાઈવેટ સ્કૂલોનું ફી માળખું તેમની સત્તાવાર વેબસાઈટ પર મૂકી દીધું છે.

હવે ખાનગી શાળાઓ FRC દ્વારા નક્કી કરવામાં આવેલી ફી વાલીઓથી છુપાવી શકશે નહીં અને દરેક વિગત ઓનલાઈન ઉપલબ્ધ રહેશે. અગાઉ અનેક ફરિયાદો ઉઠી હતી કે શાળાઓ ફિક્સ ફીના ઓર્ડર છુપાવીને એડમિશન કે ટર્મ ફીના નામે વાલીઓ પાસેથી વધુ પૈસા વસૂલતી હતી.
માહિતી મુજબ, અમદાવાદ શહેરની 2,310 અને ગ્રામ્ય વિસ્તારની 394 શાળાઓની ફી પણ પોર્ટલ પર અપલોડ કરી દેવામાં આવી છે. વાલીઓ હવે તેમના બાળકની શાળા, ધોરણ, માધ્યમ અને બોર્ડ મુજબ મંજૂર થયેલી ફીની ચોક્કસ વિગતો આસાનીથી ચેક કરી શકશે.
ઓનલાઈન ફી ચેક કરવા માટે વાલીઓએ FRCની સત્તાવાર વેબસાઈટ frcgujarat.org ની મુલાકાત લેવાની રહેશે. વેબસાઈટ પર સર્ચ બારમાં શાળાનું નામ લખીને અથવા 'Approved Fee' સેક્શનમાં જઈને ફીનું માળખું જોઈ શકાશે.
નવા આદેશ મુજબ શાળાઓએ તમામ ખર્ચ નિર્ધારિત ફીમાં જ આવરી લેવાના રહેશે અને વધારાની રકમ લેવી ગેરકાયદે ગણાશે. જો કોઈ શાળા નક્કી કરેલી ફી કરતા વધુ રકમની માંગણી કરે, તો વાલીઓ સીધા શિક્ષણ વિભાગમાં પુરાવા સાથે ફરિયાદ કરી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
