ખાનગી વીજ કંપનીઓના ભરોસે સરકાર, બે વર્ષમાં 45,933 કરોડની વીજળી ખરીદી
ગુજરાત સરકાર રાજ્યની વીજ જરૂરિયાત પૂરી કરવા માટે હજુ પણ મોટાપાયે ખાનગી ઉત્પાદકો પર નિર્ભર હોવાનું સામે આવ્યું છે. છેલ્લા બે વર્ષના આંકડા મુજબ સરકારે ખાનગી એકમો પાસેથી કુલ 1,01,161 મિલિયન યુનિટ વીજળીની ખરીદી કરી છે.
રાજ્ય સરકારે વર્ષ 2024માં 48,808 મિલિયન યુનિટ અને વર્ષ 2025માં વધીને 52,353 મિલિયન યુનિટ વીજળી ખાનગી કંપનીઓ પાસેથી લીધી છે. આ આંકડા દર્શાવે છે કે રાજ્યમાં વીજળીનો વપરાશ અને તેની માંગ સતત વધી રહી છે.

ખર્ચની દ્રષ્ટિએ જોઈએ તો, વર્ષ 2024માં વીજળી ખરીદવા માટે સરકારે 22,503 કરોડ ચૂકવ્યા હતા. જ્યારે વર્ષ 2025માં આ આંકડો વધીને 23,430 કરોડ સુધી પહોંચી ગયો છે, જે વીજ નિર્ભરતા સૂચવે છે.
વીજળીના ભાવમાં થોડો ઘટાડો પણ જોવા મળ્યો છે, જેમાં 2024માં સરેરાશ ભાવ 4.61 પ્રતિ યુનિટ હતો. જ્યારે વર્ષ 2025માં આ ભાવ ઘટીને સરેરાશ 4.48 પ્રતિ યુનિટ થયો હોવાનું સરકારી રેકોર્ડ પરથી જણાય છે.
આમ, છેલ્લા બે વર્ષમાં કુલ 45,933 કરોડના ખર્ચે વીજળી ખરીદીને સરકારે નાગરિકોની જરૂરિયાત સંતોષી છે. જોકે, ખાનગી પાવર પ્લાન્ટ્સ પરની આટલી મોટી નિર્ભરતા હવે ચર્ચાનો વિષય બની રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
