ગુજરાતના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયુ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગ (IMD) તરફથી ગુજરાતના દરિયાકાંઠા માટે માછીમાર ચેતવણી (Fishermen Warning) જારી કરવામાં આવી છે.
પશ્ચિમ વિદર્ભ ઉપર સર્જાયેલું હળવું દબાણનું ક્ષેત્ર પશ્ચિમ તરફ આગળ વધીને 1લી ઓક્ટોબર સુધીમાં ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર પહોંચવાની સંભાવના છે.

આ સિસ્ટમ આગામી દિવસોમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા પર તોફાની હવામાન અને સપાટી પર ભારે પવનો લાવી શકે છે.
ભારતીય હવામાન વિભાગની આ ગંભીર ચેતવણી બાદ પોર્ટ ઓર્થોરિટીએ ગુજરાતના તમામ બંદરો પર સ્થાનિક સાવચેતી સંકેત (Local Cautionary Signal) નંબર-3 લગાવી દેવામાં આવ્યુ છે.
માછીમારોને 1 ઓક્ટોબર સુધી પૂર્વ-મધ્ય અને ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં તેમજ ગુજરાતના દરિયાકાંઠાની આસપાસ અને દૂર દરિયો ન ખેડવાની સખત સલાહ આપવામાં આવી છે.
IMD અનુસાર, 1 ઓક્ટોબર સુધી મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.
ખાસ કરીને, 29મી અને 30મી સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ ખૂબ ભારેથી અત્યંત ભારે વરસાદ પણ પડી શકે છે.
મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાની સાથે અને દૂર તથા ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે, જેની ગતિ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે.
દરિયાની સ્થિતિ ખરાબથી લઈને અત્યંત ખરાબ રહેવાની ધારણા છે, જેના કારણે માછીમારી અને અન્ય દરિયાઈ પ્રવૃત્તિઓ ખૂબ જોખમી બની રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
