Gujarat Policeની વધુ એક સિદ્ધિ, 'NAFIS'ની મદદથી છેલ્લા 9 મહિનામાં 80 ગુનાઓના ભેદ ઉકેલ્યા
Gandhinagar: ગુજરાત પોલીસે (Gujarat Police) આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સ્માર્ટર અને પ્રોફેશનલ પોલીસિંગની દિશામાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (NAFIS) પોર્ટલની મદદથી ગુજરાત પોલીસે છેલ્લા 9 મહિનામાં (આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં) 80 જેટલા મહત્વપૂર્ણ ગુનાઓના ભેદ ઉકેલ્યા છે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ બાબતે નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે:
"ટેક્નોલોજીનો ઉપયોગ ગુના ઉકેલવાની પ્રક્રિયાને વધુ ઝડપી અને સચોટ બનાવશે. ગુજરાત પોલીસ સ્માર્ટર અને પ્રોફેશનલ પોલીસિંગ માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે કટિબદ્ધ છે."
NAFIS (National Automated Fingerprint Identification System) એ એક રાષ્ટ્રીય સ્તરનો ફિંગરપ્રિન્ટ ડેટાબેઝ છે, જે ગંભીર ગુનાઓમાં ધરપકડ કરાયેલા ગુનેગારોના ફિંગરપ્રિન્ટ્સનો સંગ્રહ કરે છે.
- રાષ્ટ્રીય ડેટાબેઝ: રાષ્ટ્રીય સ્તરે NAFIS પોર્ટલ પર 1.20 કરોડથી વધુ ગુનેગારોનો ડેટા સંગ્રહાયેલો છે
- ગુજરાતનું યોગદાન: ગુજરાત પોલીસ પણ આ સિસ્ટમમાં સક્રિયપણે યોગદાન આપી રહી છે, જેમાં રાજ્યના 22 લાખથી વધુ ગુનેગારોનો ફિંગરપ્રિન્ટ ડેટા સામેલ છે.
ફિંગરપ્રિન્ટ મેચિંગની આ અદ્યતન પદ્ધતિથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકોની ઓળખ કરવી પોલીસ માટે ખૂબ જ સરળ અને ઝડપી બની ગઈ છે. આ સિદ્ધિ ટેક-પોલીસિંગની દિશામાં ગુજરાત પોલીસના પ્રયાસોનું નોંધપાત્ર ઉદાહરણ છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
