દિલ્હી નિઝામુદ્દીન મરકઝમાં હાજરી આપનાર ગુજરાતના 72 લોકોની કરી ઓળખઃ પોલીસ વડા
દિલ્હી નિઝામુદ્દીન મરકઝમાં હાજરી આપનાર ગુજરાતના 72 લોકોની કરી ઓળખઃ પોલીસ વડા
ગુજરાતમાંથી દિલ્હી નિઝામુદ્દીન મરકઝમાં હાજરી આપનારા નાગરિકો અંગે કેન્દ્રીય એજન્સી દ્વારા મળેલી માહિતી તેમજ ટેક્નિકલ ડેટાના આધારે અત્યાર સુધીમાં કુલ 72 નાગરિકોની ઓળખ કરવામાં આવી છે. અમદાવાદના 34, ભાવનગરના 20, મહેસાણાના 12, બોટાદના 4 તેમજ નવસારીના 2 નાગરિકોનો સમાવેશ થાય છે. હાલ આ તમામ નાગરિકોને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. અન્ય નાગરિકોની ટ્રેસીંગ અને સર્વેલન્સની કામગીરી હજુ ચાલુ છે. આ સિવાયના કોઈ નાગરિકો મરકઝમાં કે અન્ય સ્થળે જઈને આવ્યા હોય, તો તેઓ સામેથી આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગનો સંપર્ક કરે એ ઇચ્છનીય છે. આમ કરવાથી તેમની અને તેમની આસપાસના અન્ય લોકોની સલામતી પણ જળવાશે, પરંતુ જો કોઈ નાગરિકો આવી જાણ નહીં કરે, તો તેમની સામે ગુનો નોંધવા સહિતની કડક કાર્યવાહી કરવાની રાજ્ય પોલીસ વડાએ ચીમકી આપી છે.

નાગરિકો પણ પોલીસને શોશિઅલ મીડિયા મારફતે કરી શકે છે રજૂઆત
આ લોકડાઉનના અસરકારક અમલીકરણ માટે પોલીસ કર્મચારીઓ બે શિફ્ટમાં ફરજ બજાવશે. ઉપરાંત, ગ્રામ્યસ્તરે એસપી અને ડીવાયએસપી, જ્યારે શહેરી વિસ્તારોમાં પોલીસ કમિશનર, ડીસીપી તથા એસીપી સહિતના ઉપરી અધિકારીઓ દરેક પોઇન્ટ પર રૂબરૂ જઈ, કામગીરીનું મૂલ્યાંકન કરશે તેમજ ફરજમાં શું ધ્યાન રાખવું, શું કરવું અને શું ન કરવું તેની સમજણ આપશે. પોલીસ કર્મચારીઓ પણ તેમને પડતી મુશ્કેલીઓ વિશે આ અધિકારીઓને જણાવી શકશે. રાજ્યમાં લોકડાઉનની કડક અમલવારીને ધ્યાને રાખીને રાજ્યના 1526 વનકર્મીઓ તેમજ 183 આરટીઓના કર્મચારીઓ પણ પોલીસની સાથે જોડાશે. જે તમામ પોતપોતાના હાલના ફરજના સ્થળે કામગીરી કરશે. આ ઉપરાંત, જરૂર પડ્યે ખાનગી સિક્યૉરિટીના કર્મચારીઓને પણ પોલીસની મદદ માટે લેવાશે. રાજ્ય પોલીસ વડાએ પોલીસની કામગીરીમાં મદદરૂપ થવા નાગરિકોને પણ વ્હોટ્સએપ, ટ્વિટર કે ફેસબુક જેવાં સોશિયલ માધ્યમો થકી તેમની ફરિયાદો, રજૂઆતો કે સૂચનો રાજ્ય પોલીસ વિભાગને પહોંચાડવા અનુરોધ કર્યો હતો.

ધાર્મિક સ્થળોમાં પણ જાહેરનામાંનો ભંગ કરનાર સામે કરાશે કાર્યવાહી
રાજ્ય બહારથી માલ લઈને આવતાં માલવાહક વાહનોને કોઈ પાસની જરૂર નથી. જોકે, આવાં વાહનચાલકો પરત જતી વખતે અન્ય રાજ્યોના નાગરિકોને વાહનમાં બેસાડીને લઈ ન જાય, તેની તકેદારી રાખવા પોલીસ વડાએ જણાવ્યું હતું. બિનજરૂરી ઘરની બહાર નીકળનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે ફરીથી સ્પષ્ટ કર્યું હતું. તદુપરાંત, હાલ રવી પાકની મોસમ ચાલી રહી હોઈ, ખેડૂતોને પાકની લણણી અને માવજત માટે જવા-આવવાની છૂટ રહેશે. જોકે, ગામડાંમાં પણ ગંભીરતાપૂર્વક સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ખાસ કાળજી રાખવા આદેશ કર્યો છે. પોલીસ દ્વારા હવેથી ધાર્મિકસ્થળોની પણ તપાસ કરવામાં આવશે અને ચારથી વધારે નાગરિકો એકઠા થયેલા જણાશે, તો તેમની સામે ગુનો દાખલ થશે.

સીસીટીવી અને ડ્રોન દ્વારા કરાય છે સર્વેલન્સ
રાજ્યમાં નિયમભંગ અને જાહેરનામા ભંગની વિગતો આપતા પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં કુલ 153 ડ્રોન તેમજ સ્થાનિક સીસીટીવી દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ડ્રોનના ફૂટેજ પરથી નોંધાયેલા 398 ગુનામાં 368 લોકોની અટકાયત કરવામાં આવી છે. જાહેરનામા ભંગના 958 ગુના, ક્વૉરન્ટાઇન ભંગના 336 ગુના તેમજ અન્ય 30 ગુના મળી કુલ 1324 ગુના નોંધાયા છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
