Gujarat Police: PSI-LRDની શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
Gujarat Police Recruitment 2026: ગુજરાતમાં ખાખી પહેરવાનું સપનું જોતા લાખો ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા PSI અને લોકરક્ષક દળ (LRD) ની શારીરિક કસોટીનું શિડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યની કુલ 13,591 જગ્યાઓ માટે યોજાનારી આ ભરતીની શારીરિક કસોટી 21 જાન્યુઆરી 2026થી શરૂ થશે.

12 જાન્યુઆરીથી હોલ ટિકિટ મળશે
પોલીસ ભરતી બોર્ડની જાહેરાત મુજબ, ઉમેદવારો પોતાના કોલ લેટર 12 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન ડાઉનલોડ કરી શકશે. આ માટે ઉમેદવારોએ ઓજસ (OJAS) ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.
ભરતી પ્રક્રિયાની મહત્વની વિગતો
- કુલ જગ્યાઓ: 13,591 (વર્ગ-3 સંવર્ગ)
- કસોટીનો પ્રારંભ: 21 જાન્યુઆરી 2026
- કોલ લેટર ડાઉનલોડ તારીખ: 12 જાન્યુઆરી 2026 (બપોરે 2 વાગ્યાથી)
- પારદર્શિતા: દોડ દરમિયાન સમય માપવા માટે RFID ચીપ અને ગ્રાઉન્ડ પર CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે.
જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 અન્વયે પો.સ.ઇ. અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી તા.૨૧/૦૧/૨૦૨૬ના રોજ શરૂ થનાર છે. જે માટે કોલલેટર તા.૧૨/૦૧/૨૦૨૬ના રોજ કલાક ૧૪:૦૦ થી Ojas વેબસાઇટ https://t.co/ls6sIxSuOY ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
— Gujarat Police Recruitment Board Official (@GPRB_GNR) January 10, 2026
કોલ લેટર ડાઉનલોડ કરવાની રીત
ઉમેદવારો નીચે મુજબના સરળ સ્ટેપ્સ દ્વારા પોતાની હોલ ટિકિટ મેળવી શકે છે.
- સૌ પ્રથમ ojas.gujarat.gov.in વેબસાઇટ પર જાઓ.
- ત્યાં 'Call Letter' સેક્શનમાં જઈને 'Preliminary Exam Call Letter' પર ક્લિક કરો.
- ત્યારબાદ લિસ્ટમાંથી પોલીસ ભરતીની જાહેરાત પસંદ કરો.
- તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ સબમિટ કરો.
- સ્ક્રીન પર કોલ લેટર દેખાશે, જેની પ્રિન્ટ કાઢી લો.
ઉમેદવારો માટે સૂચના
પરીક્ષાના દિવસે ઉમેદવારોએ કોલ લેટરની સાથે પોતાનું ઓરિજનલ આઈડી પ્રૂફ (આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા ડ્રાઈવિંગ લાયસન્સ) અને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે રાખવા અનિવાર્ય છે. શારીરિક કસોટી પાસ કરનાર ઉમેદવારો જ લેખિત પરીક્ષા માટે પાત્ર ગણાશે.
ભરતી બોર્ડે ઉમેદવારોને સોશિયલ મીડિયાની અફવાઓથી બચીને માત્ર સત્તાવાર વેબસાઇટ પરની માહિતી પર જ વિશ્વાસ કરવા અનુરોધ કર્યો છે.
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
