રાજ્યમાં સરકારી ભરતી અંગે મોટા સમાચાર: બે પરીક્ષાના પરિણામ અને LRDની ફાઈનલ આન્સર કી જાહેર
LRD Final Answer Key 2025: ગુજરાતમાં સરકારી ભરતીને લઈને આજે બે મોટા સમાચાર સામે આવ્યા છે. લોકરક્ષક દળની લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવી છે. આ પરીક્ષા જૂન 15, 2025 ના રોજ 2.37 લાખથી વધુ ઉમેદવારોએ આપી હતી. આ અગાઉ, જૂન 20, 2025ના રોજ પ્રોવિઝનલ આન્સર કી રિલીઝ થઈ હતી. તે જ સમયે, લાયસન્સિંગ બોર્ડ, ગાંધીનગર દ્વારા મે 2, 2025થી મે 15, 2025 દરમિયાન લેવાયેલી ઇલેક્ટ્રિક સુપરવાઇઝર અને વાયરમેન પરીક્ષાના પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે, જે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પરથી જોઈ શકે છે.

લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી જાહેર
રાજ્યમાં લોકરક્ષક સંવર્ગની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પો.કો., જેલ સિપાઈ, SRPF સહિતની કુલ 12,000 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. તમામ ઉમેદવારો ફાઈનલ આન્સર કીનો માસ્ટર સેટ મેળવવા માટે સત્તાવાર વેબસાઇટ https://gprb.gujarat.gov.in તથા https://lrdgujarat2021.in ની મુલાકાત લઈ શકે છે.
લોકરક્ષક કેડરની તા.૧૫.૦૬.૨૦૨૫ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષાની Final Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ ભરતી બોર્ડની વેબસાઇટ https://t.co/hUg9Ljrf3I તથા https://t.co/cTams9JbGf ઉપર જાહેર કરવામાં આવેલ છે.
— Gujarat Police Recruitment Board Official (@GPRB_GNR) July 30, 2025
ઇલેક્ટ્રિક સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ જાહેર
લોકરક્ષક ભરતી ઉપરાંત, ઇલેક્ટ્રિક સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. લાયસન્સિંગ બોર્ડ, ઉદ્યોગભવન, ગાંધીનગર દ્વારા રાજ્યના જુદા-જુદા કેન્દ્રો પર વાયરમેનની પરીક્ષાનું આયોજન મે 2, 2025 થી મે 15, 2025 દરમિયાન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાનું પરિણામ હવે જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉમેદવારો તેમનું પરિણામ ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર ખાતાની વેબસાઇટ https://ceiced.gujarat.gov.in પરથી જોઈ શકે છે. તમામ ઉમેદવારો ઓગસ્ટ 1 સુધી CEICED ના પોર્ટલ પર LOGIN કરી 'APPLICATION STATUS' વિભાગમાં જઈને પોતાનું પરિણામ ડાઉનલોડ કરી શકે છે.
ઇલે.સુપરવાઈઝર અને વાયરમેનની પરીક્ષા બાબત pic.twitter.com/p2inHlsLso
— DD News Gujarati (@DDNewsGujarati) July 30, 2025
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
