Gujarat News: રાજ્યમાં લગ્નની નોંધણીના હવે ક્યા નવા નિયમો? જાણો આખી પ્રોસેસ
Gujarat News: ગુજરાતમાં લગ્ન નોંધણીની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં લગ્ન નોંધણીના સુધારેલા નિયમો રજૂ કર્યા છે. નવા નિયમો મુજબ હવે લગ્નની નોંધણી માટે વર-વધૂએ પોતાના માતા-પિતાની વિગતો આપવી પડશે અને તેમને જાણ કરી છે કે નહીં તેનું ડિક્લેરેશન પણ સબમિટ કરવાનું રહેશે.

જો તમે પણ લગ્ન કરવા જઈ રહ્યા છો અથવા નોંધણી કરાવવાના છો, તો આ નવી પદ્ધતિ ખાસ સમજી લેજો:
નવી લગ્ન નોંધણી પદ્ધતિ: સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શિકા
સ્ટેપ-1: અરજી અને પ્રાથમિક પુરાવા
લગ્ન નોંધણી માટે વર-વધૂ અને બે સાક્ષીઓની સહી સાથેની અરજી રજૂ કરવાની રહેશે. આ અરજી કાયદેસર રીતે નોટરાઈઝ્ડ હોવી જોઈએ. તેની સાથે નીચે મુજબના સરકારી ઓળખ કાર્ડ જોડવા ફરજિયાત છે:
- ડ્રાઇવિંગ લાયસન્સ
- પાસપોર્ટ અથવા વોટર આઈડી કાર્ડ
સ્ટેપ-2: જરૂરી દસ્તાવેજોની યાદી
સરકાર દ્વારા નિયુક્ત આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર સમક્ષ 'નમૂના-1 (આઈ)' મુજબ અરજી કરવાની રહેશે. જેમાં નીચેના દસ્તાવેજો જોડવાના રહેશે:
- વર, વધૂ અને સાક્ષીઓના આધાર કાર્ડ.
- જન્મનું પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC).
- લગ્નની કંકોત્રી અથવા આમંત્રણ પત્રિકા.
- વર-વધૂના બે અલગ પાસપોર્ટ સાઈઝ ફોટા.
- લગ્ન વિધિ સંપન્ન થઈ રહી હોય તે સમયનો ફોટોગ્રાફ.
- સાક્ષીઓના બે તાજેતરના ફોટા.
- ખાસ મુદ્દો: વર-વધૂએ તેમના માતા-પિતાને આ લગ્ન અંગે જાણ કરી છે કે નહીં, તે અંગેનું લેખિત ડિક્લેરેશન.
સ્ટેપ-3: માતા-પિતાની વિગતો અને વેરિફિકેશન
નવા નિયમોમાં માતા-પિતાની ભૂમિકા મહત્વની બની છે. અરજી સાથે માતા-પિતાના નીચેના દસ્તાવેજો અને માહિતી આપવી પડશે:
- માતા અને પિતાનું આધાર કાર્ડ.
- બંનેના પૂરા નામ અને રહેઠાણનું પૂરું સરનામું.
- માતા અને પિતા બંનેના ચાલુ મોબાઈલ નંબર.
માતા-પિતાને જાણ કરવાની પ્રક્રિયા
અરજી મળ્યાના 10 કામકાજના દિવસોમાં, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર દ્વારા વર-વધૂના માતા-પિતાને ઇલેક્ટ્રોનિક (SMS/Email) અથવા અન્ય ભૌતિક માધ્યમથી લગ્ન અંગેની જાણ કરવામાં આવશે.
સ્ટેપ-4: રજિસ્ટ્રારની તપાસ અને 30 દિવસનો સમય
આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર આ વિગતો સંબંધિત જિલ્લા કે તાલુકા રજિસ્ટ્રારને મોકલશે. તમામ નિયમો અને દસ્તાવેજોની પૂર્તતા થયાના 30 દિવસ પૂર્ણ થયા બાદ જ લગ્ન નોંધણીની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.
સ્ટેપ-5: ઓનલાઇન પોર્ટલ અને સર્ટિફિકેટ
તમામ વિગતો સરકારના સત્તાવાર ઓનલાઇન પોર્ટલ પર સિરિયલ નંબર અને પેજ નંબર સાથે અપલોડ કરવામાં આવશે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર દ્વારા 'ફોર્મ-2' મુજબ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર તૈયાર કરાશે, જે પક્ષકારોને રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવશે.
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ








Click it and Unblock the Notifications
